ભારતનો દક્ષિણ આફ્રિકા સામે ૬ વિકેટે વિજય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતે ડર્બનના કિંગ્સમીડ ખાતે રમાયેલી પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૬ વિકેટે હરાવી જીત મેળવી છે. ટોસ જીતી પ્રથમ બેટિંગમાં ઉતરેલી યજમાન ટીમે ૮ વિકેટના ભોગે ૨૬૯ રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડૂ પ્લેસીએ શાનદાર સદી નોંધાવી ૧૧૨ બોલમાં ૧૨૦ રન બનાવ્યા હતા.

૨૭૦ના લક્ષ્યને પાર કરવા ઉતરેલી ભારતીય ટીમે ૪૫.૩ ઓવરમાં ૪ વિકેટે લક્ષ્યાંક મેળવી લીધો હતો.  કેપ્ટન વિરાટ કોહલીએ કપ્તાની ઇનીંગ રમતા ૧૧૯ બોલમાં ૧૧૨ રન લગાવી પોતાની ૩૩મી વન-ડે સદી નોંધી હતી. અંજીક્ય રહાણેએ પણ ૭૯ રનનો ફળો આપ્યો હતો.

Share This Article