બીજી વન-ડેમાં ભારતની જીતઃ 9 વિકેટે મેળવી જીત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સાઉથ આફ્રિકા સામે ભારતીય બોલરોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતીય ટીમને જીતની દાવેદાર બનાવી દીધી હતી, ત્યારે ભારતને વિજય અપાવવાની દિશામાં ભારતીય બેટ્સમેનોએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખ્યું હતું.

ભારતે માત્ર 20.3 ઓવરમાં 119 રન બનાવી જીત મેળવી છે. શિખર ધવને 9 ફોરની મદદથી 56 બોલમાં  51 રન અને કેપ્ટન વિરાટ કોહલીએ 4 ફોર અને 1 સિક્સની મદદથી 50 બોલમાં 46 બનાવી 119 રનના લક્ષ્યને મેળવ્યો હતો. ભારતે રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી.

મેચ દરમિયાન આશ્ચર્ય પમાડનાર વાત જોવા મળી. ભારત જીતથી માત્ર 2 રન દૂર હતું ત્યારે લંચ બ્રેક માટે જવુ પડ્યું હતું. આખરે નિયમ તો નિયમ છે, તેને પાલન કરવું જ રહ્યું.  સાઉથ આફ્રિકા 32.2 ઓવરમાં ઓલઆઉટ થઇ જતા ભારતીય ટીમ તરત જ મેદાનમાં બેટિંગ કરવા માટે આવી હતી. 19 ઓવરની રમત અંતે ભારત જીતથી માત્ર 2 રન દૂર હતું ત્યારે લંચ બ્રેક જાહેર કરવામાં આવ્યો હતો.

લંચ બ્રેક પછી બેટિંગમાં પરત ફરેલ ભારત માટે 20 ઓવર મેડન રહી હતી. 21મી ઓવરના ત્રીજા બોલે વિરાટે બે રન ફટકારી ભારતને જીત અપાવી હતી.

Share This Article