જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલથી હૈદરાબાદ ખાતે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. ભારત બીજી ટેસ્ટ પણ જીતીને શ્રેણી ૨-૦થી જીતી લેવા માટે સજ્જ છે. બીજી બાજુ વેસ્ટ ઇન્ડિઝના નેતૃત્વમાં વિન્ડીઝની ટીમ તેની છાપને સુધારી દેવાના હેતુથી મેદાનમાં ઉતરશે.બંને ટીમો વચ્ચે હજુ સુધીના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ચિત્ર નીચે મુજબ છે.
હાઈએસ્ટ ઇનિંગ્સ ટોટલ
- બીજી ફેબ્રુઆરી ૧૯૭૯ના દિવસે કાનપુરમાં ભારતે સાત વિકેટે ૬૪૪ રન કર્યા
- છઠ્ઠી ફેબ્રુઆરી ૧૯૫૯ના દિવસે દિલ્હીમાં વિન્ડિઝે આઠ વિકેટે ૬૪૪ રન કર્યા
- ૧૪મી નવેમ્બર ૨૦૧૧ના દિવસે કોલકાતામાં ભારતે સાત વિકેટે ૬૩૧ રન કર્યા
- ૧૦મી નવેમ્બર ૧૯૪૮ના દિવસે દિલ્હીમાં વિન્ડિઝે ૬૩૧ રન કર્યા
- ૭મી માર્ચ ૧૯૬૨ના દિવસે કિંગ્સ્ટનમાં વિન્ડિઝે ૮ વિકેટે ૬૩૧ રન કર્યા
લોએસ્ટ ઇનિંગ્સ ટોટલ
- ૨૫મી નવેમ્બર ૧૯૮૭ના દિવસે દિલ્હીમાં ભારત ૭૫ રનમાં આઉટ થયું
- ૨૭મી માર્ચ ૧૯૯૭ના દિવસે બ્રિજટાઉનમાં ભારત ૮૧ રનમાં આઉટ થયું
- ૧૦મી ડિસેમ્બર ૧૯૮૪ના દિવસે કોલકાતામાં ભારત ૯૦ રનમાં આઉટ થયું
- ૨૧મી એપ્રિલ ૧૯૭૬ના દિવસે કિંગ્સ્ટનમાં ભારત ૯૭ રને આઉટ થયું
- ૧૬મી ફેબ્રુઆરી ૧૯૬૨ના દિવસે પોર્ટ ઓફ સ્પેનમાં ભારત ૯૮માં આઉટ થયું
- બીજી મે ૨૦૦૨ના દિવસે બ્રિજટાઉનમાં ભારત ૧૦૨માં આઉટ
સૌથી વધારે રન
- સુનિલ ગાવસ્કરે ૨૭ મેચોમાં ૧૩ સદી સાથે ૨૭૪૯ રન કર્યા
- ક્લાઇવ લોઇડે ૨૮ ટેસ્ટમાં સાત સદી સાથે ૨૩૪૪ રન કર્યા
- ચંદરપોલે ૨૫ ટેસ્ટમાં સાત સદી સાથે ૨૧૭૧ રન કર્યા
- રાહુલ દ્રવિડે ૨૩ ટેસ્ટમાં પાંચ સદી સાથે ૧૯૭૮ રન કર્યા
- રિચડ્ર્સે ૨૮ ટેસ્ટમાં આઠ સદી સાથે ૧૯૨૭ રન કર્યા
સૌથી વધુ હાઈ સ્કોર
- રોહન કન્હાઈએ કોલકાતામાં ૧૯૫૮માં ૨૫૬ રન કર્યા
- બાકસે ૧૯૭૯માં કાનપુરમાં ૨૫૦ રન કર્યા
- ક્લાઇવ લોઇડે ૧૯૭૫માં મુંબઈમાં ૨૪૨ રન કર્યા
- વોરેલે ૧૫૩માં કિંગ્સ્ટનમાં ૨૩૭ રન કર્યા
- ગાવસ્કરે ૧૯૮૩માં ચેન્નાઈમાં ૨૩૬ રન કર્યા
સૌથી વધુ ટેસ્ટ સદી
- ગાવસ્કરે ૨૭ ટેસ્ટ મેચોમાં ૧૩ સદી ફટકારી
- સોબર્સે ૧૮ ટેસ્ટ મેચોમાં આઠ સદી કરી
- રિચડ્ર્સે ૨૮ ટેસ્ટ મેચોમાં આઠ સદી ફટકારી
- વિક્સે ૧૦ ટેસ્ટ મેચોમાં સાત સદી ફટકારી
- ચંદરપોલે ૨૫ ટેસ્ટ મેચોમાં સાત સદી કરી
શ્રેણીમાં સૌથી વધુ રન
- વિક્સે ૧૯૪૮-૪૯માં પાંચ ટેસ્ટ મેચોમાં ૭૭૯ રન કર્યા
- ગાવસ્કરે ૧૯૭૦-૭૧માં ચાર ટેસ્ટ મેચોમાં ૭૭૪ રન કર્યા
- ગાવસ્કરે ૧૯૭૮-૭૯માં છ ટેસ્ટ મેચોમાં ૬૩૨ રન કર્યા
- વિક્સે ૧૯૫૨-૫૩માં પાંચ ટેસ્ટ મેચોમાં ૭૧૬ રન કર્યા
સૌથી વધુ વિકેટ
- કપિલ દેવે ૨૫ ટેસ્ટ મેચોમાં ૮૯ વિકેટ ઝડપી
- માર્શલે ૧૭ ટેસ્ટ મેચોમાં ૭૬ વિકેટ ઝડપી
- કુંબલેએ ૧૭ ટેસ્ટ મેચોમાં ૭૪ વિકેટ લીધી
- વેંકટ રાઘવને ૨૩ ટેસ્ટ મેચોમાં ૬૮ વિકેટ ઝડપી
- એન્ડી રોબટ્ર્સે ૧૪ ટેસ્ટ મેચોમાં ૬૭ વિકેટ ઝડપી