ચીન અને અમેરિકા નહીં પણ ભારત બનશે સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા : હાવર્ડ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભારત માટે વધુ એક ખુશ ખબર છે. હાવર્ડ વિવિના રિપોર્ટ અનુસાર આવનાર દાયકામાં ભારત દુનિયામાં સૌથી ઝડપી ગતિએ વધતી અર્થવ્યવસ્થા બની જશે. ભારતનો વિકાસદર વાર્ષિક 7.9 રહેશે જે અમેરિકા અને ચીન કરતા પણ વધારે હશે. 2026માં ચીનનો વિકાસદર 4.9, ફ્રાંસનો 3.5 અને અમેરિકાનો 3 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

અમેરિકાના વિવિના સેંટર ફોર ઈંટરનેશનલ ડેવલોપમેંટે પોતાના અહેવાલમાં એમ પણ કહ્યું છે કે, ભારતે વર્તમાન અર્થવ્યવસ્થામાં રહેલી અનેક ખામીઓ દૂર કરવામાં સફળતા હાંસલ કરી છે, તેમ છતાં પણ હજી ઘણા મોરચે કામ કરવાનું બાકી છે. ભારત ઉપરાંત યુગાંડા બીજા ક્રમે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આર્થિક મોર્ચે આ નાનો અમથો દેશ પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. કોંપ્લેક્સિટી અપૉર્ચ્યુનિટી ઈંડેક્ષ (સીઓઆઈ)ના રિપોર્ટમાં ભારતને પણ અવ્વલ માનવામાં આવ્યો છે. નિકાસના ક્ષેત્રે ભારતે તેની ક્ષમતા અનુસાર પ્રદર્શન કર્યું છે. ઉત્પાદનોના મામલે પણ નવી ઉંચાઈ હાસલ કરવામાં આવી રહી છે.

સીઓઆઈ ઈંડેક્ષના રિપોર્ટનો અર્થ એ પણ છે કે, ભારતમાં ઘણા બધા એવા ક્ષેત્ર છે જ્યાં હજી પણ કામ કરવાનું બાકી છે. તેનાથી ના માત્ર વિકાસની ગતિ વધશે પણ મોટી સંખ્યામાં નોકરીઓનું પણ સર્જન થશે. ભારતે ગત એક દાયકામાં અર્થવ્યવસ્થામાં રહેલી વર્તમાન ખામીઓ દૂર ન કરી જેના કારણે તે આ અછુતુ રહી ગયું. પરંતુ ભારતે થોડા સમયમાં સુધારાઓ હાથ ધર્યા જેના કારણે તેની અર્થવ્યવસ્થા ઝડપી વધવાની સંભાવનાઓ ઉભી થઈ છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુંસાર ન્યૂ કેમિકલ, વાહનો તથા ઈલેક્ટ્રોનિક્સ સામાનની નિકાસ ઉપ મહાદ્વિપના કેટલાક ખાસ કારણોસર મર્યાદિત છે. ડાયરેક્ટર ઓફ સીઆઈડી, હાવર્ડ કેનેડી સ્કૂલના પ્રોફેસર તથા એટલસ ઈકોનોમીના મુખ્ય સંશોધક રિકાર્ડો હૌસમનનું કહેવું છે કે, વિયેતનામ, ફિલિપાંઈસ, ઈંડોનેશિયા તથા થાઈલેંડ પણ ઝડપથી આગળ વધી રહ્યાં છે.

 

Share This Article