થિરુવંતનપુરમ : થિરુવનંતપુરમ ખાતે આજે રમાયેલી પાંચમી અને અંતિમ વનડે મેચમાં યજમાન ભારતીય ટીમે પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ પર નવ વિકેટે સરળ રીતે જીત મેળવી લીધી હતી. આની સાથે જ ભારતે વનડે શ્રેણી ૩-૧થી જીતી લીધી હતી. ૧૦૫ રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે રોહિત શર્માના અણનમ ૬૩ રનની મદદથી આ મેચ જીતી લીધી હતી. કેપ્ટન વિરાટ કોહલી ૩૩ રને અણનમ રહ્યો હતો. ભારતીય ટીમે ૧૪.૫ ઓવરમાં જીતવા માટેના જરૂરી રન બનાવી લીધા હતા. આ પહેલા ભારતીય બોલરોની ઘાતક બોલિંગ સામે વિન્ડીઝના બેટ્સમેનો ટકી શક્યા ન હતા અને સમગ્ર ટીમ સસ્તામાં ઓલઆઉટ થઇ હતી. રવિન્દ્ર જાડેજાની મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
જ્યારે વિરાટ કોહલીની મેન ઓફ ધ સિરિઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જીતવા માટેના નજીવા સ્કોરનો પીછો કરતા ભારતીય ટીમે નિરાશાજનક શરૂઆત કરી હતી. શિખર ધવન માત્ર છ રન કરીને આઉટ થયો હતો. અગાઉ ટોસ જીતીને પહેલા વિન્ડીઝની ટીમે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આત્મઘાતી સાબિત થયો હતો. વિન્ડીઝની ટીમ ૩૧.૫ ઓવરમાં ૧૦૪ રન કરીને આઉટ થઇ ગઇ હતી. વનડે ક્રિકેટના ઇતિહાસમાં વિન્ડીઝે ભારતની સામે સૌથી નજીવો જુમલો ખડક્યો હતો. જાડેજાએ ૩૪ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને ખલીલ અહેમદે બે બે વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીએ વર્તમાન શ્રેણીમાં ત્રણ સદી ફટકારી છે. ે. બીજી બાજુ રોહિત શર્મા પણ બે સદી સાથે લાંબી ઇનિગ્સ રમી ચુક્યો છે. આ પહેલા મુંબઇમાં રમાયેલી ચોથી વનડે મેચમાં ભારતે વિન્ડિઝ ઉપર ૨૨૪ રને જીત મેળવીને પાંચ વનડે મેચોની શ્રેણીમાં ૨-૧થી લીડ મેળવી હતી. આ પહેલાની મેચમાં વિન્ડિઝે ભારત ઉપર જીત મેળવી હતી. જ્યારે પહેલી મેચમાં ભારતે જીત મેળવી હતી. એક મેચ ટાઈમાં પરિણમી હતી. છેલ્લી મેચમાં રોહિત શર્માએ ફરી એકવાર ધરખમ બેટિંગ કરી હતી અને ૧૩૭ બોલમાં ૨૦ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૧૬૨ રન ફટકાર્યા હતા. હાલમાં જ રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયા ધારણા પ્રમાણે જપ્રથમ મેચમાં જારદાર દેખાવ કર્યો હતો.
વનડે શ્રેણી પહેલા હૈદરાબાદમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પણ જીતીને ભારતે નવો ઇતિહાસ સર્જ્યો હતો. ભારતે વેસ્ટઇન્ડિઝ ઉપર હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૂર હતી. જે ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા. તે પહેલા રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી.મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પાંચમી અને અંતિમ વન ડે મેચની મુખ્ય વિશેષતા પણ રોહિત શર્માની ભવ્ય બેટિંગ રહી હતી. ચોથી મેચમાં પણ તે છવાયેલો રહ્યો હતો.