ભારત-વિન્ડીઝ વચ્ચે પ્રથમ ટ્‌વેન્ટી જંગને લઇને રોમાંચ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ફોર્ટ લોડરડેલ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ ટ્‌વેન્ટી-૨૦ મેચોની શ્રેણીની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. વેસ્ટ ઇન્ડિઝમાં આ શ્રેણી શરૂ થઇ રહી છે. ટ્‌વેન્ટી શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે ફોર્ટ લોડરડેલ ફ્લોરિડા ખાતે રમાનાર છે. આ મેચનુ પ્રસારણ ભારતના સ્થાનિક સમય મુજબ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. વર્લ્ડ કપમાં જોરદાર દેખાવ કર્યા બાદ અને સેમીફાઇનલ મેચ સુધી એક પણ મેચમાં હાર ખાધા વગર કુચ કર્યા બાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે તેમ તમામ લોકો માની રહ્યા હતા પરંતુ સેમીફાઇનલ મેચમાં તેના કરતા ખુબ નબળી એવી ન્યુઝીલેન્ડની ટીમ સામે તેની હાર થઇ હતી.

જેથી આશ્ચર્યનુ મોજુ ફેલાઇ ગયુ હતુ. વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે હાર થયા બાદ ટીમ ઇન્ડિયાની વ્યાપક ટિકા થઇ હતી. હવે વર્લ્ડ કપ બાદ નવા ઉત્સાહ સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરી રહી છે. કોહલીની ટીમ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. વેસ્ટ ઇન્ડિઝના હેડ કોચ ફ્લાયડ રીફેરે કહ્યુ છે કે કાયરન પોલાર્ડ અને સુનિલ નારેનની ટીમમાં વાપસી થયા બાદ ટીમ ફરી મજબુત બની છે.  ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝના પ્રવાસની શરૂઆત  આવતીકાલથી કરનાર છે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસ દરમિયાન બે ટેસ્ટ મેચ, ત્રણ વનડે મેચો અને ત્રણ ટ્‌વેન્ટી મેચો રમશે. પ્રથમ ટેસ્ટ મેચ ૨૨મી ઓગસ્ટથી વિવિયન રિસડ્‌ર્સ ગ્રાઉન્ડ ખાતે રમાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ ૩૦મી ઓગસ્ટથી સબીના પાર્ક જમૈકા ખાતે રમાશે. ટેસ્ટ ટીમમાં મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટીમમાં બે વિકેટકીપર રાખવામાં આવ્યા છે. જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમમાં પણ જુદા અને વનડે ટીમમાં જુદા કેપ્ટનને લઇને હિલચાલ ચાલી રહી હતી. ટ્‌વેન્ટી ટીમમાં એકમાત્ર લેગસ્પીનર રાહુલ ચહર નવા ચહેરા તરીકે છે. આઈપીએલમાં શાનદાર દેખાવના કારણે તેની પસંદગી કરવામાં આવી છે. બીજી બાજુ અન્ય તમામ ખેલાડીઓને લઇને વ્યાપક વિચારણા થઇ હતી. વર્લ્ડકપ બાદ ભારત પ્રથમ વખત દ્વિપક્ષીય શ્રેણી રમનાર છે. વર્લ્ડકપમાં સૌથી હોટફેવરિટ ટીમ હોવા છતાં ભારતીય ટીમની ન્યુઝીલેન્ડ સામે સેમિફાઇનલમાં ૧૮ રને હાર થઇ હતી જેના કારણે કરોડો ક્રિકેટ ચાહકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતુ. વેસ્ટ ઇન્ડિઝના કોચે કહ્યુ છે કે ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓ પુરતા પ્રમાણમાં છે. ટીમમાં કાર્લોસ આક્રમક બેટ્‌સમેન તરીકે છે. જેની પાસે ખુભ અનુભવ છે. ખારી પિયરે તરીકે યુવા સ્પીનર છે. જે સ્થાનિક મેચોમાં સતત સારો દેખાવ કરી રહ્યો છે.

સાથે સાથે તેની ફિલ્ડિંગની નોંધ લેવામાં આવી રહી છે. પોતે છ ટેસ્ટ મેચ અને આઠ વનડે મેચોનો અનુભવ ધરાવનાર કોચ ટીમની પસંદગીને લઇને ભારે ખુશ છે. તેમનુ કહેવુ છે કે ભારત જેવી દુનિયાની સૌથી શ ક્તિશાળી ટીમને લડત આપવા માટે અમે તૈયાર છીએ. સ્થાનિક મેદાન પર મેચો રમાનાર છે જેથી લોકલ યુવા ખેલાડીઓને રાહત થશે. બીજી બાજુ ભારતીય ટીમની કસોટી થનાર છે. ધોનીની ગેરહાજરીમાં વિકેટકિપર તરીકે હવે પંતની પણ કસોટી થનાર છે. ભારતીય વિકેટકિપરની ભૂમિકા પર તમામ ચાહકોની નજર રહેશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ટ્‌વેન્ટી ટીમ નીચે મુજબ છે.

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, રિષભ પંત, કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વરકુમાર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સૈની.

વિન્ડીઝની ટીમ : જહોન કેમ્બલે, ઇવિન લુવિસ, હેટમાયર,  નિકોલસ પુરન, પોલારડ, રોવમેન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ, કેમો પૌલ, સુનિલ નારેન, કોટ્રેલ, થોમસ, બ્રામ્બેલ, આન્દ્રે રસેલ, ખેરી પિયરે

Share This Article