માન્ચેસ્ટર : માન્ચેસ્ટરના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની મેચમાં ભારતની ટક્કર વેસ્ટ ઇન્ડિઝ સામે થનાર છે. આ મેચ ખુબ જ રોમાંચક બની શકે છે. વર્લ્ડ કપની હજુ સુધીની સૌથી રોચક મેચ પૈકીની એક મેચ તરીકે આ રહી શકે છે. મેચમાં વરસાદ વિલન બની શકે છે પરંતુ જો મેચ રમાશે તો મેચ ખુબ જ રોમાંચક બની રહેશે.
- ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મેચ જોવા મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી વકી. માન્ચેસ્ટરના મેદાન પર હાઉસફુલનો શો રહી શકે છે
- ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મેચોના રેકોર્ડની વાત કરવામાં આવે તો બંને ટીમો ખુબ નજીકની સ્પર્ધામાં રહી શકી છે
- વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો વર્લ્ડ કપમાં બંને દેશો વચ્ચે આઠ મેચો રમાઇ છે જે પૈકી વેસ્ટ ઇન્ડિઝનુ પ્રભુત્વ રહ્યુ છે. વેસ્ટ ઇન્ડિઝે આઠ પૈકી પાંચ મેચો જીતી લીધી છે
- ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વર્લ્ડ કપમાં છેલ્લી મેચ છટ્ઠી માર્ચ ૨૦૧૫ના દિવસે રમાઇ હતી જેમાં ભારતે ચાર વિકેટે જીત મેળવી હતી
- મેચમાં વરસાદ થઇ શકે છે જેથી જો વરસાદ નહીં પડે તો મેચ રોમાંચક રહી શકે છે
- રોહિત શર્મા, શિખર ધવન, ધોની પર તમામની નજર રહેશે
- ભારત તરફથી વિરાટ કોહલી પર બેટિંગને લઇને મુખ્ય આધાર રહેશે
- બન્ને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડી હોવાથી મેચ રોમાંચ જગાવશે
- વર્લ્ડ કપમાં કુલ ઇનામી રકમ ૧૦ કરોડ રૂપિયાથી વધારે છે
- ઇનામી રકમ આ વખતે ગયા વર્લ્ડ કપ જેટલી રાખવામાં આવી છે
- વેસ્ટ ઇન્ડિઝ તરફથી ક્રિસ ગેઇલ, હોપ, હેટમાયર, બ્રેથવેઇટ અને અન્યો પર નજર રહેશે