અંતિમ ટેસ્ટની સાથે સાથે       

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કિંગસ્ટન :  ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલથી કિંગસ્ટન ખાતે શરૂ થઇ રહી છે. આને લઇને ભારતીય ટીમ સંપૂર્ણંપણે તૈયાર છે. પ્રથમ ટેસ્ટ મેચ ૩૧૮ રને જીતી લીધા બાદ ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ જીતીને વિન્ડીઝ સામે વધુ એક ટેસ્ટ શ્રેણી જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.કિગસ્ટન ટેસ્ટ મેચની સાથે સાથે નીચે મુજબ છે

  • વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ સતત ચોથી ટેસ્ટ શ્રેણી જીતવા માટે તૈયાર
  • પ્રથમ ટેસ્ટ મેચ ૩૧૮ રને જીતી લીધા બાદ ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ જીતીને વિન્ડીઝ સામે વધુ એક ટેસ્ટ શ્રેણી જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
  • ટીમ ઇન્ડિયા વર્ષ ૨૦૦૬ બાદથી વિન્ડિઝમાં સતત ત્રણ વખત ટેસ્ટ શ્રેણી જીતી ચુકી છે.
  • હજુ સુધી સ્મિથ અને વિરાટ કોહલીની ૨૫-૨૫ સદી છે. જેથી કોહલીને તેના રેકોર્ડને તોડવાની સુવર્ણ તક રહેલી છે
  • ભારતીય ટીમે છેલ્લે ૨૦૧૬માં વેસ્ટઇન્ડિઝના મેદાન ઉપર ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી હતી.આ વખતે પણ શ્રેણી ૨-૦થી જીતવા માટેની તક રહેલી છે.
  • ભારતે છેલ્લી ત્રણ ટેસ્ટ શ્રેણી જીતી છે. ૨૦૦૬માં ૧-૦થી, ૨૦૧૧માં ૧-૦ અને ૨૦૧૬માં ૨-૦થી ભારતે ટેસ્ટ શ્રેણી જીતી હતી
  • પ્રથમ ટેસ્ટમાં રહાણે અને બુમરાહનો દેખાવ જારદાર રહ્યો હતો. રહાણેએ સદી કરી હતી જ્યારે બુમરાહે સાત રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી
  • પ્રથમ ટેસ્ટ ખરાબ રીતે હારી ગયા બાદ ઘરઆંગણે વિન્ડીઝના ખેલાડીઓ પર સારો દેખાવ કરવા માટે સ્થાનિક ચાહકોનુ દબાણ
  • બંને ટીમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવે તેવી પણ શક્યતા
  • પ્રથમ ટેસ્ટમાં પુજારા ફ્લોપ રહ્યા બાદ તેની પાસેથી વધુ એક સારી ઇનિગ્સની આશા રાખવામાં આવી રહી છે
  • ભારત અને વિન્ડીઝ વચ્ચે હજુ સુધી ૯૭ ટેસ્ટ મેચ રમાઇ છે જે પૈકી ભારતે ૨૧ ટેસ્ટ મેચો જીતી છે

 

Share This Article