વર્લ્ડ કપ : શ્રીલંકા સામે જીત હાંસલ કરવા ભારત સુસજ્જ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

લીડ્‌સ : આઇસીસી વર્લ્ડ કપમાં પહેલાથી જ ભારતીય ટીમ સેમીફાઇનલમાં પહોંચી ગઇ હોવા છતાં ટીમ ઇન્ડિયા આવતીકાલે શ્રીલંકા સામેની મેચમાં પૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરનાર છે. આના માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં દેખાઇ રહી છે. ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા ધરખમ ફોર્મમાં ચાલી રહ્યા છે. રોહિત શર્માએ વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવ્યા છે. તે ચાર સદી વર્તમાન વર્લ્ડ કપમાં ફટકારી ચુક્યા છે. તેને નવી સિદ્ધી હાંસલ કરવાની તક રહેલી છે. ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર રહેવા માટે પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયા અને ભારત બંનેની એક એક મેચ બાકી છે. જેથી બંનેને પ્રથમ સ્થાન પર પહોંચી જવાની તક છે.

સેમીફાઇનલમાં ચાર ટીમો નક્કી થઇ ચુકી છે. જેમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પણ સામેલ છે. ભારત અને ઇંગ્લેન્ડ પણ સેમીફાઇનલમાં પહોંચી ચુક્યા છે.શ્રીલંકા ત્રણ જીત અને ત્રણ હાર સાથે આઠ પોઇન્ટ ધરાવે છે. મેચનુ પ્રસારણ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. લીડ્‌સ ખાતે મોટી સંખ્યામાં ભારતીય ચાહકો પહેલાથી જ પહોંચી ચુક્યા છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની રચના કરવામાં આવી હતી.  ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરી રહી છે.    ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી.

જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી. વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ,પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામેલ છે. જા કે હવે પ્રથમ તબક્કાની મેચો પૂર્ણ થઇ છે. સેમીફાઇનલમાં ચાર ટીમો આવી ચુકી છે. બાકી ટીમો બહાર થઇ ચુકી છે. બહાર થયેલી ટીમોમાં પાકિસ્તાન પણ સામેલ છે.  એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. બંને ટીમો નીચે મુજબ છે.

 ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા,  લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ

શ્રીલંકા : કરૂણારત્ને (કેપ્ટન), ડિસિલ્વા, પ્રદીપ, ફર્નાન્ડો, લકમલ, માલિંગા, મેથ્યુસ, કુશળ મેન્ડિસ, જીવન મેન્ડિસ, કુશળ પરેરા, થિસારા પરેરા, મિલિન્દા, સિરિવર્દના , લાહિર થિરિમાને, ઉદાના, વેન્ડરસ

Share This Article