સાઉથમ્પટન : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ આવતીકાલથી સાઉથમ્પટનના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે. નોટિંગ્હામ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ભારતે ઇંગ્લેન્ડ પર ૨૦૩ રને જીત મેળવી લીધા બાદ આ શ્રેણી હવે વધારે રોમાંચક બની ગઇ છે. ત્રીજી ટેસ્ટ મેચ જીતી લીધા બાદ ભારતીય ખેલાડીઓનો જુસ્સો આસમાને છે. ભારત આ ટેસ્ટ મેચ જીતીને શ્રેણીને ૨-૨ કરી શકે છે. ઇંગ્લેન્ડની ટીમ હજુ પણ શરૂઆતની બે ટેસ્ટ મેચો જીતીને શ્રેણીમાં ૨-૧ની લીડ ધરાવે છે. ભારત ટીમની હજુ સુધી આ શ્રેણીમાં લીડ મેળવવા માટે બાકીની બે ટેસ્ટ મેચોમાં જીત મેળવવી પડશે.
બર્મિગ્હામ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ૩૧ રને અને લોડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ એક ઇનિગ્સ અને ૧૫૯ રને ગુમાવી દીધા બાદ ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટમાં શાનદાર જીત મેળવી હતી. ટિકા ટિપ્પણી વચ્ચે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ મજબુત ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતીય ઇલેવનમાં એકબે ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. વિરાટ કોહલી હાલમાં જારદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.આ ટેસ્ટ મેચને લઇને ભારે રોમાંચ કરોડો ક્રિકેટ પ્રેમીમાં જાવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે રન કોણ બનાવે છે તેના પર નજર રહેશે.
બીજી બાજુ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં સૌથી વધારે વિકેટ કોણ મેળવે છે તેના પર પણ નજર રહેશે.ત્રીજી ટેસ્ટ મેચ જીતી લીધા બાદ ભારતીય ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં જારદાર તૈયારી છેલ્લા કેટલાક દિવસથી કરી રહી હતી. ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ પણ લડાયક મુડમાં દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડ પાસે અનેક આધારભુત ખેલાડી છે જેમાં એલિસ્ટર કુક, જાઇ રૂટનો સમાવેશ થાય છે. બોલિંગમા તમામની નજર ફરી એકવાર એન્ડરસન પર કેન્દ્રિત રહેશે. જાઇ રૂટ પોતે આધારભુત બેટ્સમેન તરીકે છે. ટીમમાં એલિસ્ટર કુક પણ છે. જે વ્યાપક અનુભવ ધરાવે છે.
હવે તેનાથી પણ ભારતને સાવધાન રહેવાની જરૂર પડશે. હાલમાં જ પુરી થયેલી ત્રણ વનડે મેચોન શ્રેણીમાં ઇંગ્લેન્ડે ૨-૧થી જીત મેળવી હતી તે પહેલા ત્રણ મેચોની ટ્વેન્ટી શ્રેણીમાં ભારતે ૨-૧થી જીત મેળવી હતી. આ ઉપરાંત આયર્લેન્ડ સામે રમાયેલી બંને મેચો પણ ભારતે જીતી હતી. લાંબા ગાળા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે વધારે લડાયક દેખાઇ રહી છે. મેચનુ બપોરે ૩.૩૦ વાગ્યાથી પ્રસારણ કરાશે.
બંને ટીમો નીચે મુજબ છે. ઇંગ્લેન્ડની ટીમ : જાઇ રૂટ, મોઇન અલી, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, જાઇ બટલર, એલિસ્ટર કુક, સામ કુરેન, કેટન જેનિગ્સ, ડેવિડ માલન, અદિલ રશિદ, બેન સ્ટોક્સ, જાહની બેરશો,
ભારતીય ટીમ : કોહલી (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, રહાણે, કરુણ નાયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, અશ્વિન, જાડેજા, કુલદીપ, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, મોહમ્મદ સામી, ઉમેશ જસપ્રિત, શાર્દુલ ઠાકુર