નોટિગ્હામ: ભારત અને ઇંગ્લેન્ડ આવતીકાલથી નોટિગ્હામના ઐતિહાસિક મેદાન ખાતે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે અને એંકંદરે પણ ભારતની સામે વધારે સારો દેખાવ કરવામાં સફળ રહી છે. આંકડા પર નજર કરવામાં આવે તો ઇંગ્લેન્ડની ટીમનો દેખાવ ભારત કરતા ખુબ સારો રહ્યો છે. ઇંગ્લેન્ડની ટીમનો દેખાવ એંકદરે ટેસ્ટ ક્રિકેટમાં ભારત કરતા ખુબ જોરદાર રહ્યો છે. ઇંગ્લેન્ડમાં પોતાના ઘરઆંગણે તો ભારતીય ટીમનો દેખાવ ઇતિહાસ પર નજર કરવામાં આવે તો ખુબ કંગાળ રહ્યો છે.
ઇંગ્લેન્ડમાં બન્ને ટીમો વચ્ચે કુલ ૫૯ ટેસ્ટ મેચો રમાઇ છે. જે પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચો જીતી છે. આવી જ રીતે ઇંગ્લેન્ડે ૩૨ ટેસ્ટ મેચો જીતી છે. જે સાબિત કરે છે કે આંકડાની દ્રષ્ટિએ ઇંગ્લેન્ડની ટીમ કેટલી આગળ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઇંગ્લેન્ડમાં રમાયેલી ૫૯ ટેસ્ટ મેચો પૈકી ૨૧ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. આવી જ રીતે ઓવર ઓલ દેખાવની વાત કરવામાં આવે તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૧૧૯ ટેસ્ટ મેચો રમાઇ છે. જે પૈકી ભારતે ૨૫ ટેસ્ટ મેચો જીતી છે. આવી જ રીતે ઇંગ્લેન્ડે ૪૫ ટેસ્ટ મેચો જીતી છે. બન્ને દેશો વચ્ચે કુલ ૪૯ ટેસ્ટ મેચો ડ્રો જાહેર કરવામાં આવી છે. કેટલીક એવી ટેસ્ટ શ્રેણી રહી છે ત્યારે ભારતીય ટીમનો દેખાવ જોરદાર દેખાવ રહ્યો છે. વર્ષ ૨૦૧૪માં એલિસ્ટર કુકના નેતૃત્વમાં ઇંગ્લેન્ડની ટીમે પાંચ ટેસ્ટ મેચોની પટોડી ટ્રોફી ૩-૧થી જીતી લીધી હતી.
મોટા ભાગે ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમ છેલ્લા કેટલાક પ્રસંગોએ ઇંગ્લેન્ડની ટીમનો સામનો કરી શકી નથી. વર્ષ ૨૦૦૭માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં શ્રેણી ૧-૦થી જીતી જવામાં સફળ થઇ ગઇ હતી. હેડ ટુ હેડના મામલામાં ઇંગ્લેન્ડની ટીમ ભારતથી ખુબ આગળ રહી છે. વિતેલા વર્ષોમાં ઇંગ્લેન્ડની ટીમનું પ્રભુત્વ રહ્યું હતું. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમનો દેખાવ સતત સુધરી રહ્યો છે. આ શ્રેણીમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ સાથે મેદાનમાં આવે તેવી શક્યતા છે. ભારતીય ટીમ નંબર વન રેંકિંગ તરીકે છવાઈ જવા માટે તૈયાર છે. ફરી એકવાર વિરાટ કોહલી ઉપર તમામ ચાહકોની નજર કેન્દ્રિત રહેશે. ઇંગ્લેન્ડની ટીમ આંકડાની દ્રષ્ટિએ ખુબ આગળ હોવા છતાં ભારતીય ટીમ લડાયક દેખાવ કરવા માટે સજ્જ દેખાઇ રહી છે.