ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે હૈદરાબાદમાં વનડે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

હૈદરાબાદ : હૈદરાબાદમાં આવતીકાલે પાંચ વનડે મેચોની શ્રેણીની શરૂઆત થઇ રહી છે જે પૈકીની પ્રથમ મેચ આવતીકાલે રમાનાર છે. ટ્‌વેન્ટી મેચોની શ્રેણી પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ ૨-૦થી જીતી લીધા બાદ ભારતીય ટીમ ઉપર વનડે શ્રેણીમાં જોરદાર દેખાવ કરવાનું દબાણ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે આશાવાદી છે. હાલમાં જ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી હતી પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે ટ્‌વેન્ટી શ્રેણીમાં ભારત ઉપર જીત મેળવી લીધા બાદ પાંચ મેચોની શ્રેણી ખુબ રોમાંચક બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. સ્ટાર ખેલાડીઓ ઉપર નજર રહેશે.

ટ્‌વેન્ટી શ્રેણી બાદ વનડે શ્રેણીની શરૂઆત આવતીકાલે બીજી માર્ચના દિવસે થશે.મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પણ દેખાવ કરવા તૈયાર છે. આ ટીમમાં પણ અનેક આક્રમક ખેલાડી છે. જેમાં શોન માર્શ, ગ્લેન મેક્સેલનો સમાવેશ થાય છે. મેક્સવેલે હાલમાં જ ટ્‌વેન્ટી શ્રેણીમાં ધરખમ દેખાવ કરીને ભારતીય ટીમને ચેતવણી આપી દીધી છે. મેક્સવેલના શાનદાર દેખાવના લીધે જ ઓસ્ટ્રેલિયાએ ટ્‌વેન્ટી શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. બંને મેચોમાં મેક્સવેલ છવાયેલો રહ્યો હતો. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ ઉપર પણ નજર રહેશે.

પાંચ વનડે મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત ૧૫મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવી હતી. મુંબઈમાં મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદના નેતૃત્વમાં પસંદગી સમિતિની બેઠક મળી હતી જેં ટીમની જાહેરાત કરવામાં આવી હતી. બંને સિરિઝ માટે ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્‌સમેન રાહુલની વાપસી થઇ હતી. વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા પાસે પાંચ વનડે મેચો બચી છે. આ સિરિઝને વર્લ્ડકપ માટે  ડ્રેશરિહર્સલ તરીકે ગણવામાં આવે છે. આનાથી ટીમ ઇન્ડિયા માટે ચિત્ર સ્પષ્ટ થશે.
ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), જસપ્રિત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, શિખર ધવન, ધોની, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, સિદ્ધાર્થ કૌલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સામી, લોકેશ રાહુલ, ઋષભ પંત, અંબાતી રાયડુ, વિજય શંકર, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા.
ઓસ્ટ્રેલિયા :  ફિન્ચ (કેપ્ટન), બહેરન્ર્‌ડોર્ફ, એલેક્સ કેરી, કાઉન્ટર નીલ, કમિન્સ, હેન્ડ્‌સકોમ્બ, ઉષ્માન ખ્વાજા, નાથન લિયોન, સોન માર્શ, ગ્લેન મેક્સવેલ, રિચર્ડસન, કેન રિચર્ડસન, શોર્ટ, સ્ટેનોઈસ, ટર્નર, ઝંપા.

Share This Article