દિલ્હી : દિલ્હીના ઐતિહાસિક ફિરોજશાહ કોટલા મેદાન ખાતે આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ વનડે મેચ રમાનાર છે. આને લઇને ભારે રોમાંચની સ્થિતી છે. કારણ કે બંને ટીમોએ હજુ સુધી બે બે મેચો જીતી છે. જેથી આ મેચ ફાઇટ ટુ ફિનિશ સમાન રહેનાર છે. ઓસ્ટ્રેલિયાની ટીમના બેટ્સમેનો જારદાર ફોર્મમાં આવી ગયા છે. જેથી ભારતીય ટીમને સાવધાન રહેવાની ફરજ પડશે. ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ જીત મેળવી હતી.મેચની સાથે સાથે નીચે મુજબ છે
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પાંચમી અને અંતિમ વનડે મેચને લઇને ભારે રોમાંચ
- શરૂઆતની બંને મેચો ભારતીય ટીમે જીતી હતી જ્યારે બાકીની બે મેચો ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી જેથી આવતીકાલની મેચ નિર્ણાયક રહેનાર છે
- બંને ટીમો દિલ્હીમાં પહોંચી ગયા બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી
- છેલ્લી બે મેચોમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ છવાયેલા રહ્યા છે
- ભારતીય ટીમ શ્રેણી જીતવાના ઇરાદા સાથે આવતીકાલે મેદાનમાં ઉતરશે
- ભારતીય ખેલાડીઓ પૈકી રોહિત શર્મા અને શિખર ધવન હવે ફોર્મમાં આવી ગયા બાદ ટીમ ઇન્ડિયાની છાવણીમાં પણ રાહત થઇ છે
- ધોનીની અંતિમ મેચમાં વાપસી થાય તેવી પૂર્ણ સંભાવના
- ટ્વેન્ટી શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે હાલમાં ઘરઆંગણે ગુમાવી દીધા બાદ ભારતીય ટીમ આ વનડે શ્રેણી જીતવા માટે પૂર્ણ તાકાત લગાવશે
- છેલ્લી મેચમાં વિરાટ કોહલીએ વનડે કેરિયરની ૪૧મી સદી ફટકારી દીધી હતી
- કોહલી વહેલી તકે સચિન તેન્ડુલકરના સૌથી વધુ સદીના રેકોર્ડને તોડે તેવી શક્યતા
- ભારત અને ઓસ્ટ્રેલિયાના વનડે રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા હજુ આગળ છે
- પુલવામા અટેક અને ત્યારબાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં કાર્યવાહી કરવામાં આવ્યા બાદ ટીમોની સુરક્ષાને લઇને વધુ પગલા લેવામાં આવ્યા
- દિલ્હી મેચમાં ટોસ પણ ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે
- બંને ઇલેવનમાં મોટા ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા.