ભારતની સતત ૧૦મી ટેસ્ટ શ્રેણી જીત થઇ….  

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ભારતની સ્થાનિક મેદાન પર ૧૦મી ટેસ્ટ શ્રેણી જીત હતી. સતત ૧૦મી ટેસ્ટ શ્રેણી જીતની સાથે જ ભારતે પોતાના ઘરઆંગણે સૌથી વધારે ટેસ્ટ શ્રેણી જીતવાનો નવો રેકોર્ડ બનાવી લીધો છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ દ્વારા ૯-૯ ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ તોડી દીધો છે. બીજી બાજુ ૮મી વખત અવું બન્યું છે જ્યારે ભારતે ટેસ્ટ ક્રિકેટમાં મેચ ૧૦ વિકેટે જીતી છે.

પ્રથમ વખત વેસ્ટઇÂન્ડઝને જ ભારતે આટલા મોટા અંતરથી હાર આપી હતી. આ ટેસ્ટ મેચમાં અન્ય અનેક રેકોર્ડ પણ સર્જાયા હતા. પંત ફરી એકવાર સદી ચુકી ગયો હતો. તે સતત બે વખત નર્વસ નાઇન્ટીનો શિકાર થયો છે. અગાઉ રાજકોટ ટેસ્ટમાં પણ ૯૨ રને તે આઉટ થયો હતો. અહીં પણ ૯૨ રને જ આઉટ થયો હતો.

 

 

Share This Article