સિડની : સિડની ટેસ્ટમાં ભારતની હવે પક્કડ મજબુત બની ગઇ છે. આજે ત્રીજા દિવસે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે રમતને વહેલી તકે બંધ કરી દેવાની ફરજ પડી હતી. આજે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ રમતને વહેલી તકે બંધ કરવામાં આવી ત્યારે છ વિકેટે ૨૩૬ રન કરી લીધા હતા. તેની ચાર વિકેટ હવે હાથમાં છે. તે હજુ ભારતથી ૩૮૬ રન પાછળ છે. આજે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો સંઘર્ષ કરતા નજરે પડ્યા હતા. હેરીસે ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ૭૯ રન કર્યા હતા. સોન માર્શ આઠ રન કરીને આઉટ થયો હતો. સિડની ટેસ્ટની સાથે સાથે નીચે મુજબ છે.
¨ સિડનીમાં વરસાદગ્રસ્ત ટેસ્ટ મેચના ત્રીજા દિવસે વહેલીતકે રમત બંધ કરવાની ફરજ પડી
¨ રમત બંધ કરવામાં આવી ત્યારે ઓસ્ટ્રેલિયાએ છ વિકેટે ૨૩૬ રન બનાવ્યા
¨ સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા હજુ પણ ભારતથી ખૂબ પાછળ છે અને તેની પાસે ચાર વિકેટ જ હાથમાં
¨ ઓસ્ટ્રેલિયા ભારતથી હજુ ૩૮૬ રન પાછળ છે
¨ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત તરફથી કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ ૨-૨ વિકેટ ઝડપી
¨ ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર હેરિસ જ મક્કમતાપૂર્વક બેટિંગ કરી શક્યો
¨ સિડની ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ દાવમાં સાત વિકેટે ૬૨૨ રનનો જુમલો ખડક્યો
¨ ચેતેશ્વર પુજારાએ ૧૯૩ રન કરીને આઉટ થયો જ્યારે પંતે ૧૫૯ રન બનાવ્યા
¨ ઓસ્ટ્રેલિયાના બોલરો ભારતીય બેટ્સમેનોની મજબૂત બેટિંગ સામે પ્રથમ ઈનિંગ્સમાં સંપૂર્ણપણે નિષ્ફળ પુરવાર થયા
¨ લિયોન, સ્ટાર્ક, હેઝલવુડ સહિતના તમામ બોલરો ફ્લોપ રહ્યા
¨ ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં એડિલેડ ખાતે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં પર્થમાં જીત મેળવી હતી જ્યારે ત્રીજી ટેસ્ટમાં મેલબોર્નમાં ભારતે જીત મેળવી હતી