ભારત અને વર્લ્ડ એક્સપો ૨૦૨૦એ એક્ઝિબિશનમાં ભારતીય ટેન્ટ લગાવવા માટે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રતિષ્ઠિત વર્લ્ડ એક્સપો ૨૦૨૦ પાંચ વર્ષમાં એક વાર આયોજિત કરવામાં આવે છે. કરાર પર ભારત તરફથી વાણિજ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ મનોજ દ્વિવેદી અને એક્સપો ૨૦૨૦ તરફથી દુબઇ એક્સપો ૨૦૨૦ બ્યૂરોની કાર્યકારી નિયામક નજીબ મોહમ્મદ અલ-અલીએ એક્સપો સ્થળ પર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે સંયુક્ત અરબ અમીરાતમાં ભારતના રાજદૂત નવદીપ સૂરી, દુબઇમાં ભારતના વાણિજ્ય દૂત વિપુલ તથા દુબઇ એક્સપોના બોર્ડ નિયામક- મુખ્ય આંતરરાષ્ટ્રીય સબભાગી અધિકારી ડો. તારેક શાય્યા ઉપસ્થિત હતા.
આ કરાર હેઠળ એક્સપો ૨૦૨૦૨માં લગભગ એક એકર ભૂમી પર ભારતીય ટેન્ટ લગાવવામાં આવશે. જે ઓપુર્ચ્યુનીટી વર્ગમાં હશે. આ અંતર્ગત ૨૦૨૫ સુધી ભારતીય અર્થવ્યવસ્થાના પાંચ ટ્રીલિયન અમેરીકી ડોલર સુધી પહોંચવાના સંબંધમાં આર્થિક ગતિવિધિયો અને ભારતમાં ઉપલબ્ધ તકોની જાણકારી આપવામાં આવશો. અંતરીક્ષ, ઔષધિ, સીચના તકનીકી, નવીનીકરણ ઉર્જા, દૂર સંચાર ક્ષેત્રોમાં ભારતની પ્રગતિને રજૂ કરવામાં આવશે.