નવી દિલ્હીઃ એક સપ્તાહ લાંબા વર્લ્ડ યુથ ફોરમ (ડબલ્યુવાયએફ)ના ભવ્ય સમાપન સમારોહમાં ઇજીપ્તના અબ્દેલ ફત્તેહ અલ-સીસીના પ્રેસિડેન્ટ શર્મ અલ-શેખે ભારતના ડો. હરબીન અરોરાનું મહિલા સશક્તિકરણની દિશામાં પ્રેરક કામગીરી કરવામાં બદલ સન્માન કર્યું હતું, જેઓ ઓલ લેડીઝ લીગ (ઓલ) અને વુમન ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઇએફ)ના સ્થાપક અને ગ્લોબલ ચેરપર્સન છે. તેઓ પ્રેસિડેન્સિયલ ઓનર મેળવનાર પ્રથમ ભારતીય છે.
ડબલ્યુવાયએફ ૨૦૧૮માં ૧૬૦ દેશોના ૫,૦૦૦ સહભાગીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, જેમાં રાજ્યોના વડા, મહાનુભાવો અને યુવાનોના વિશાળ પ્રતિનિધિમંડળનો સમાવેશ થાય છે. આનાથી શાંતિ પ્રસરાવવામાં, વિકાસલક્ષી વિચારોને બળ આપવામાં તથા સંસ્કૃતિને સાંકળવાના પ્રયાસો માટે વાઇબ્રન્ટ અને મજબૂત પ્લેટફોર્મ ઉપલબ્ધ બન્યું હતું.
આ સન્માન વિશે વાત કરતાં ડો. હરબીન અરોરાએ જણાવ્યું હતું કે, મહિલા શક્તિ પ્રત્યે ભારતની માન્યતાને સ્વિકૃતિ આપતું આ સન્માન અત્યંત મહત્વપૂર્ણ છે. મહિલાઓ વચ્ચે જાડાણ તથા સ્વ-માન્યતાના જુસ્સાને બળ આપતા અમારા વિશાળ નેટવર્ક અને તકો સાથે વિશ્વભરમાં દરરોજ વધુ મહિલાઓને સાંકળવાના અમારા પ્રયાસો અને વિઝનને તેનાથી બળ મળી રહેશે. ઇજીપ્તના નેશનલ કાઉન્સિલ ઓફ વુમનના પ્રેસિડેન્ટ ડો. માયા મોર્સેએ જણાવ્યું હતું કે, ભારત અને ઇજીપ્ત પ્રાચિન સંસ્કૃતિઓ પૈકીની એક છે અને અમે મહિલા અને યુવા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ ભુમિકા સાથે મળીને ભજવવા માટે પ્રતિબદ્ધ છીએ, જેથી એક વિશ્વાનું નિર્માણ કરી શકાય.
ઉલ્લેખનીય છે કે ડો. હરબીન અરોરા ગ્લોબલ લીડર, સ્પીકર, શિક્ષણવિદ, આધ્યાત્મિક, માર્ગદર્શક, ઉદ્યોગ સાહસિક અને મહિલા બિઝનેસમેન છે. તેઓ અમદાવાદમાં રાય યુનિવર્સિટી, બેંગ્લોરમાં રાય ટેકનોલોજી યુનિવર્સિટી તથા પાંચીમાં રાય યુનિવર્સિટીના ચાન્સેલર છે. ડો. અરોરા બાયોઆયુર્વેદાના પણ સ્થાપક છે, જે ઓર્ગેનિક હેલ્થ અને વેલનેસ એન્ટરપ્રાઇઝ છે. તેઓ હાઇ-ટેક એગ્રીકલ્ચર, ઓર્ગેનિક ફાર્મિંગ અને સસ્ટેનેબલ લિવિંગના સાહસોનું પણ નેતૃત્વ કરે છે.
ઇજીપ્ત વર્ષ ૨૦૧૯માં આફ્રિકન યુનિયનની પ્રેસિડેન્સી હાંસલ કરશે તેમજ વુમન ઇકોનોમિક ફોરમ, ડબલ્યુઇએફ ૨૦૨૦ની યજમાની કરશે, જેમાં ૧૨૦થી વધુ દેશોની ૨,૦૦૦થી વધુ મહિલાઓ એકત્ર થશે.