નવી દિલ્હી : ભારત અને રશિયા વચ્ચે મિત્રતામાં આજે એક નવા પ્રકરણની શરૂઆત થઇ હતી. રશિયાના બે દિવસના ઐતિહાસિક પ્રવાસ ઉપર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયન પ્રમુખ વ્લાદીમીર પુતિનની ઉપસ્થિતિમાં બંને દેશો વચ્ચે સંરક્ષણથી લઇને ગગનયાન સુધીના ૧૩ કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રશિયામાં પોર્ટ ટાઉન વ્લાદિવોસ્તોકમાં રશિયા અને ભારતના પ્રતિનિધિમંડળ વચ્ચે ૨૦માં રાષ્ટ્રીય સંમેલન બાદ બંને દેશોએ સંરક્ષણ, ટેકનોલોજી, એનર્જીથી લઇને સ્પેશ મિશન સુધીના જુદા જુદા વિષય ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
રશિયાએ વડાપ્રધાન મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ દ અપોસ્ટલ આપવાની પણ જાહેરાત કરી છે. આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે, અંતરિક્ષના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે લાંબા સમયથી સહકારની સ્થિતિ છે. ગગનયાન એટલે કે ભારતીય માનવ સ્પેશ ફ્લાઇટ માટે ભારતના અંતરિક્ષ યાત્રીઓની રશિયામાં ટ્રેનિંગ આપવામાં આવશે. આશરે બે કલાક સુધી ચાલેલા આ સંમેલનમાં બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે અનેક વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેલ અને ગેસ, ખાંડ, સંરક્ષણ અને સુરક્ષા તેમજ હવાઈ અને દરિયાઈ કનેક્ટીવીટી, ન્યુક્લિયર એનર્જી, ટ્રાન્સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેપાર અને મૂડીરોકાણ સંબંધિત વિષય ઉપર વાતચીત કરવામાં આવી હતી. વડાપ્ર્ધાને જુદા જુદા ક્ષેત્રમાં ભારત અને રશિયા વચ્ચે સમજૂતિની ચર્ચા કરતા કહ્યું હતુ કે, આજે અમારી વચ્ચે ડિફેન્સ, ન્યુક્લિયર એનર્જી, સ્પેશ, બિઝનેસથી બિઝનેસ સહિતના અનેક ક્ષેત્રોમાં સહકારને નવી ઉંચાઈ સુધી લઇ જવા પર સહમતિ થઇ ગઇ છે. બંને દેશો વચ્ચે થયેલી સમજૂતિ અંગે માહિતી આપતા મોદીએ કહ્યું હતું કે, સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ઉપકરણોમાં સ્પેરપાટ્ર્સ બંને દેશોના જોઇન્ટ વેન્ચર દ્વારા બનાવવા પર આજે સમજૂતિ થઇ ચુકી છે. ભારત અને રશિયા એક મલ્ટીપોલર દુનિયાના મહત્વને સમજે છે.
અમે બ્રિક્સ અને એચસીઓ જેવા અનેક વૈશ્વિક મોરચા ઉપર એક સાથે કામ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે સમજૂતિ અંગે માહિતી આપતા મોદીએ કહ્યું હતું કે, સંરક્ષણ જેવા ક્ષેત્રમાં રશિયન સંસાધનોના સ્પેરપાટ્ર્સ બંને દેશોના જાઇન્ટ વેન્ચર દ્વારા બનાવવા પર આજે સમજૂતિ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપશે. ભારત અને રશિયા એક મલ્ટીપોલર દુનિયાને સારીરીતે સમજે છે. અમે બ્રિક્સ અને એચસીઓ જેવા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. અનેક વૈશ્વિક મંચ ઉપર સાથે કામ કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, ભારત અને રશિયાની વચ્ચે માત્ર પાટનગરો સુધી જ સંબંધ નથી. આ સંબંધના કેન્દ્રમાં પણ મુખ્યરીતે બંને દેશોના લોકોને જ રાખવામાં આવ્યા છે. ચેન્નાઈ અને વ્લાદિવોસ્તોક વચ્ચે એક દરિયાઈ રુટ બનાવવા ઉપર પણ પ્રસ્તાવ છે. મોદીએ કહ્યું હતું કે, બંને દેશો કોઇપણ દેશના આંતરિક મામલામાં દરમિયાનગીરી કરતા નથી. ભારતના એચ-એનર્જી ગ્લોબલ લિમિટેડ અને રશિયાના નોવાટેકે ભારત અને અન્ય બજારોમાં એલએન્ડજીના પુરવઠા માટે એક સમજૂતિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયાના વ્લાદીમીર પુતિનની સાથે શિખર મંત્રણા માટે અહીં પહોંચવાના કેટલાક કલાકો બાદ જ આ સમજૂતિની જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયાના પ્રમુખ પુતિન સાથે વાતચીતને લઇને પણ ઉત્સુકતા રહી હતી.
મોદીએ પુતિનને પોતાના ખુબ નજીકના મિત્ર તરીકે ગણાવીને કહ્યું હતું કે, ઇસ્ટર્ન ઇકોનોમીક ફોરમ માટે તેમને મળેલા આમંત્રણની બાબત ખુબ સન્માનજનક છે. મોદીએ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે સહકારને નવા સ્તર પર લઇ જવા માટે આ એક ઐતિહાસિક અવસર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ આજે સવારે બે દિવસની યાત્રા પર રશિયા પહોંચી ગયા હતા. મોદીએ ભારતીય સમય મુજબ સવારમાં ૫-૦૯ વાગે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે તેઓ રશિયાના પૂર્વીય ક્ષેત્રના પાટનગર વ્લાદીવોસ્તોક પહોંચી ગયા છે. રશિયા ભારતના સૌથી મોટા નિકાસકાર દેશ તરીકે છે. વ્યુહાત્મક રીતે પણ રશિયા ભારતના સૌથી નજીકના દેશ તરીકે છે. ભારત અને રશિયા વચ્ચે સંબંધ ખુબ સારા રહ્યા છે. ભારતે રશિયા પાસેથી એસ ૪૦૦ મિસાઇલોની ખરીદી કરી છે. મોદીએ પ્રવાસ પર રવાના થતા પહેલા જ કહ્યુ હતુ કે આ યાત્રા બહુધ્રુવીય વિશ્વ બનાવવા માટેના પ્રયાસ તરીકે છે. ભારતની અનેક અપેક્ષા રશિયા સાથે જોડાયેલી છે.