ભારતીય ટીમે જ્હોનેશબર્ગ ખાતે રમાયેલ ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી છે. આ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાએ 2-1 જીત મેળવી છે.
ભારતનો ટેસ્ટ શ્રેણીમાં પરાજય થયો હોવા છતાં તેણે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનની ગદા પોતાની પાસે જાળવી રાખી છે અને 1 મિલિયન ડોલરનો પુરસ્કાર પણ મેળવ્યો છે.
ભારતીય ટીમ જ્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે આવી ત્યારે 124 પોઇન્ટ ધરાવતી હતી, જ્યારે દ.આફ્રિકા 111 પોઇન્ટ પર હતી. જોકે આ ટેસ્ટ શ્રેણી બાદ ભારત 121 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે અને દ.આફ્રિકા 115 પોઇટ સાથે બીજા ક્રમે છે. આ પોઇન્ટ ગેપ ભારત માટે પ્રથમ સ્થાન જાળવી રાખવા પુરતા છે. એપ્રિલ કટ-ઓફ મુજબ દ.આફ્રિકા માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં વિજય મેળવે તો પણ આ પોઇન્ટ ખાસ ફરક પડશે નહી.
ભારત – દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણી પરિણામ બાદ ડેવિડ કેન્ડિક્ષ દ્વારા ડેલવપ કરાયેલ
એમઆરએફ આઇસીસી ટેસ્ટ ટીમ રેકિંગ
રેંક | ટીમ | પોઇન્ટ |
1 | ભારત | 121 (-3) |
2 | દક્ષિણ આફ્રિકા | 115 (+4) |
3 | ઓસ્ટ્રેલિયા | 104 |
4 | ન્યુઝીલેન્ડ | 100 |
5 | ઇંગલેન્ડ | 99 |
6 | શ્રી લંકા | 94 |
7 | પાકિસ્તાન | 88 |
8 | વેસ્ટ ઇન્ડિઝ | 72 |
9 | બાંગ્લાદેશ | 72 |
10 | ઝિમ્બાવે | 1 |