ભારત આધુનિક સમયમાં દુનિયાભરમાં ડિજિટલ ક્રાંતિનુ નેતૃત્વ કરી રહ્યુ છે. આમાં કોઇ બે મત નથી કે ભારત આજે વિશ્વમાં ડિજિટલના ક્ષેત્રમાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યુ છે. ભારતે ૧૯મી શતાબ્દી અને ૨૦મી શતાબ્દીની શરૂઆતમાં આૌદ્યોગિક ક્રાંતિની બે તક ગુમાવી દીધી હતી. આના માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા હતા. ત્રીજી વખત પણ ભારતની સામે ટેકનિક સંચાલિત ક્રાંતિનુ નેતૃત્વ કરવાની તક રહેલી હતી. પરંતુ આ તક પણ ભારતે ગુમાવી દીધી હતી. કારણ કે આ વખતે ભારતની આર્થિક નીતિઓ ટેકનિકના આધાર પર સમર્થિત ન હતી. પરંતુ ભારત આ મામલે સૌભાગ્યશાળી રહ્ય છે કે તે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનુ નેતૃત્વ કરી રહેલા દેશોની યાદીમાં ટોપ પર છે. એક એવી કાંતિ જે ડિજિટલ ટેકનિકથી સંચાલિત છે.
સાથે સાથે તેની ગતિ પણ જોરદાર ઝડપી છે. સાથે સાથે કદ પણ મોટા પાયા પર છે. કોઇ પણ ભારતીય વિના આઇડેન્ટિટી ન રહે તેવી ખાતરી કરવા માટે ભારત સરકારે હાલમાં નીતિના સ્તર પર એક મોટુ પગલુ લઇ લીધુ છે. આજે ૯૯ ટકા ભારતીય લોકોની પાસે આધાર કાર્ડ છે. સરકારે આ યુનિક આઇડેન્ટી સિસ્ટમને બેંક ખાતા અને મોબાઇલ નંબરની સાથે જાડી દેવામાં આવ્યા બાદ અનેક કામો થઇ રહ્યા છે. જેનુ પરિણામ આજે એ રહ્યુ છે કે જેએએમની ત્રિપુઠી એટલે કે જનધન, આધાર અને મોબાઇલ એટલે કે જેએએમ સંપૂર્ણ નાણાંકીય સમાવેશનના મુળભુત ડિજિટલ આધાર તરીકે છે. ભારત ઇન્ટરફેસ ફોર મની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસથી એકલા જાન્યુઆરી ૨૦૧૯માં ૬૦ કરોડથી વધારેની લેવડદેવડ થઇ ચુકી છે. તમામ બેંકોને ગ્રાહકોની સાથે જોડનાર એક પ્લેટફોર્મ તરીકે ભારત ઇન્ટરફેસ ફોર મની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે (બીએચઆઇએમયુપીઆઇ) છે. આ તમામ નેશનલ અને ઇન્ટરનેશનલ ડિજિટલ પ્લેટફોર્મમાં પ્રમુખ છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ડિજિટલ ઇનોવેશનનો લાભ સ્ટાર્ટ અપને મળી રહ્યો છે. આ જ કારણ છે કે ભારત આજે સૌથી મોટા સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમના મામલામાં દુનિયામાં ત્રીજા સ્થાન પર છે.
રિટેલ બ્રોકરિંગ, ઇ-કોમર્સ, ફુડ ડિલિવરી અને રાઇડ આધારિત ભારતીય સ્ટાર્ટ અપ આજે સંબંધિત ક્ષેત્રમાં દુનિયાના સૌથી મોટા પ્લેટફોર્મની સાથે સ્પર્ધામાં છે. યુનિક ડિઝાઇન અને ઓચા ખર્ચાળ સમાધાનના કારણે લોકલ માર્કેટમાં તેનો ફેલાવો ખુબ ઝડપથી થઇ રહ્યો છે.ભારતના ઇનોવેશન અને સ્ટાર્ટ અપ વૈશ્વિક સ્તર પર ગ્રાહકોની સેવાના મહત્વકાંક્ષી લક્ષ્યન દિશામાં સફળ રીતે આગળ વધી રહ્યા છે. તમામ ઔદ્યોગિક ક્રાંતિ બાદ આ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે કે તે નોકરીને ખતમ કરી દેશે. જા કે આ એક ભ્રમ તરીકે છે. હકીકતમાં ઔદ્યોગિક ક્રાંતિના કારણે નોકરી ખતમ થઇ નથી. જો કે તેના સ્વરૂપ બદલાઇ ગયા છે. ભારતની ન્યુ ઇકોનોમી નોકરીને વધારી રહી છે. રાઇડ શેરિંગ ઇન્ડસ્ટ્રીઝ તેના શાનદાર દાખલા તરીકે છે. શેયર્ડ ટેક્સીના ઉપયોગની સાથે સાથે ખાનગી વાહનોની માલિક વધી રહી છે. શેયર્ડ કેબ ઇન્ડસ્ટ્રીઝએ ૧૫ લાખ કરતા વધારે રોજગારની તક ઉભી કરી લીધી છે. જે વિરોધ કરનાર લોકોએ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. એકલા આ ક્ષેત્રમાં એટલા મોટા પાયે રોજગારીની તક સર્જાઇ ગઇ છે.
આ જોબ માત્ર ટિયર-૧ અથવા તો ટિયર-૨ શહેરો સુધી મર્યાિદત નથી. જેમને ડિજિટલ ક્રાંતિની શરૂઆતમાં લાભ થયો હતો તે પૈકી તો કેટલાક ભારતમાં ઓપરેશન ધરાવે છે. ભારતના સૌથી મોટા કેબ એગ્રીગેટના દેશભરમાં આશરે ૧૭૦ શહેરો અને અન્ય નાના વિસ્તારોમાં હાજરી રહેલી છે. ન્યુ ઇકોનોમીએ એક અલગ પ્રકારના રોજગારને પ્રોત્સાહન આપવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે. એક અલગ પ્રકારની રોજગાર ગિગ ઇકોનોમીને ઉભી કરવામાં ભૂમિકા અદા કરવામાં આવી છે. ગિગ ઇકોનોમી એક એવા વર્ક એન્વાયરમેન્ટને કહેવામાં આવે છે જે સંસ્થાન પૂર્ણ કાલિક કર્મચારીઓના બદલે ફ્રીલાન્સ અને અસ્થાયી કર્મચારીઓને પસંદ કરે છે. આ કર્મચારીઓને લેબર માર્કેટમાં પોતાની ભાગીદારી નક્કી કરવા માટે મુખ્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે. તેઓ નક્કી કરી છે કે તેમના કામના કલાકો કેટલા રહેશે અને કામનો સમય પણ ક્યો રહેશે. ફુડ ડિલિવરી અને ઇ-કોમર્સ આના શાનદાર દાખલા છે. જે લોકો દ્વારા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ચેન બનાવીને લેબર માર્કેટના કદને એક મિલિયન સુધી પહોંચાડી દેવામાં ચાવીરૂપ બૂમિકા અદા કરી છે.ભારતની ડિજિટલ ક્રાંતિ અલગ પ્રકારની છે. આ માત્ર એવા લોકો માટે વિચારતી નથી જે પહેલાથી જ તેનો ઉપયોગ કરી રહ્યા છે. બલ્કે એવા લોકો અંગે વિચારે છે જે આવનાર સમયમાં આનો ઉપયોગ કરનાર છે. દેશના જુદા જદા દેશોમાં આજે આશરે ૩૧૮૦૦૦ કોમન સર્વિસ સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. જે ખેડુતોને માટીને લઇને હેલ્થ કાર્ડ, પેન્સનધારકોને જીવન પ્રમાણ પત્ર આપે છે. સીએસસીથી રોજગાર મળી રહ્યા છે. આની સાથે સાથે છેલ્લા પાંચ વર્ષમાં આશરે ૧૦ લાખ લોકોને રોજગારી મળી ચુકી છે. ડિજિટલમાં એ શક્તિ છે જેના કારણે દરેક નાગરિકોને ફાયદો થશેકોઇ પાછળ છુટી જશે નહીં. આંકાંક્ષાઓથી ભરેલ ભારત ડિજિટલ ક્રાંતિનો હિસ્સો નથી બલ્કે તે તેમાં નેતૃત્વ કરે છે.