દુશ્મનોના હોશ ઉડાવવા માટે ભારતની સ્કોર્પીન શ્રેણીની ત્રીજી સબમરીન આઇએનએસ કરંજ પાણીમાં તરતી મૂકી લોંચ કરવામાં આવી છે. ઇંડિયન નેવીમાં મુંબઇના મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ પર આઇએનએસ કંરજને નૌસેનામાં સમાવેશ કરવામાં આવ્યો. આ સમયે નેવી ચીફ સુનીલ લાંબા પણ ઉપસ્થિત રહ્યાં હતા.
સ્કોર્પિયન સબમરીન ભારતીય નેવીની પ્રથામિક જરૂરિયાતો પૈકી એક હતી. આધુનિક ટેકનિકથી બનેલ આ સબમરીન ઓછી અવાજ સાથે દુશ્મનના જહાજને હાથતાળી આપવામાં કુશળ છે. તે દુશ્મન પર ચોક્કસ નિશાન સાધી શકે છે. તે વોરફોર, એન્ટી-સબમરીન વોર ફેર અને ઇંટેલિંજેસ કાર્યોમાં પણ ચોક્કસ રીતે પરિણામ આપી શકે છે.