ઇન્ડિયા કિડ્‌સ ફેશન વીકનું અમદાવાદ ખાતે ભવ્ય આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદઃ ઇન્ડિયા કિડ્‌સ ફેશન વીક સીઝન ૬નું અમદાવાદ ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના બાળકોએ સેલીબ્રીટી સાથે રેમ્પ વોક કર્યું હતું. મોટા ભાગના બ્રાન્ડ્‌સ અને ડીઝાઇનર્સ દ્વારા તેમના એનઆરઆઈ અને વિન્ટર કલેક્શનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમ કે કીર્તિ રાઠોર, ટેલ્સ એન્ડ સ્ટોરીજ, શિવાની એન્ડ શિવાંગી, બ્રિઉબેરી, ગીગ્ગ્લેઓ એન્ડ મોપેટ્‌સ, ક્યુટ કૌચર.

ગુજરાતના પહેલા મહિલા ફેશન કોરિયોગ્રાફર તેમજ ઇન્ટરનેશનલ બ્યુટી પેઝેન્ટ માટેના ટ્રેઇનર અને ગ્રૂમર મંજુલા અને રિકી આ ભવ્ય ફેશન શો માં હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મંજુલા અને રિકીઇન્ડિયા કિડ્‌સ ફેશન વીકના ગુજરાતના ડીરેક્ટર છે અને અમદાવાદમાં આ શોનું સફળ આયોજન કરવાનું શ્રેય પણ તેમને જ જાય છે.

Share This Article