વીજ ઉત્પાદનમાં ભારત ત્રીજા ક્રમે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતમાં એવું પહેલી વાર થયું છે કે, દેશને જેટલી વીજળી જોઇએ છે તેના કરતા અધિક વીજળીનું ઉત્પાદન થવા લાગી છે. ભારત દુનિયામાં વીજ ઉત્પાદન કરતો ત્રીજા નંબરનો  દેશ બની ગયો છે. કેન્દ્રીય વિદ્યુત પ્રાધીકરણ અનુસાર ભારતે પહેલી વાર 2016-17માં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારને 579.8 કરોડ યૂનિટ વિજળી આપી હતી. આ સમયે દેશમાં કુલ 22 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ વિજળી પેદા કરી રહ્યું છે. જેમાં કુલ 6,780 મેગાવોટ વિજળી પેદા થઇ રહી છે. 2021-22 સુધી દસ નવા સ્વદેશી પાવર પ્લાન્ટ દ્વારા 7000 મેગાવોટ વિજળી પેદા કરી શકાશે.

2017-18માં ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યુ છે કે સરકાર પર ભરોસો કરવા વાળો પ્રશમ દેશ ભારત છે. જેને પોતાની સરકાર પર ભરોસો છે. કેનેડા બીજા નંબર પર આવે છે અને તૂર્કી ત્રીજા સ્થાને છે.

ભારતીય પી.એમ નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન બન્યુ. 122 દેશોના આ ગઠબંધનનું મુખ્ય સ્થળ ગુરુગ્રામમાં બની રહ્યું છે. ભારત 2 અરબ રૂપિયાની આર્થિક સહાય આપશે.

ભારત માટે આ ખૂબ ગર્વની બાબત કહેવાય કે વિજળી ઉત્પાદનમાં ભારત આખી દુનિયાની અંદર ત્રીજા સ્થાને છે.

 

Share This Article