અમેરિકન નાગરિકતા મેળવવા મામલે ભારત ખુબ આગળ છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  અમેરિકાની હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે હાલમાં જ નવા ડેટા જારી કરીને તમામને ચોંકાવી દીધા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે આ વર્ષે તેના દ્વારા કેટલા લોકોને નાગરિકતા આપવામાં આવી છે. ડેટામાં કહેવામાં આવ્યુ છે કે અમેરિકા નાગરિકતા હાંસલ કરવાના મામલે ભારતીય ખુબ આગળ છે. વર્ષ ૨૦૧૬ના નાણાંકીય વર્ષમાં અમેરિકાની સરકારે કુલ ૪૬૧૦૦ ભારતીય નાગરિકોને પોતાના દેશની નાગરિકતા આપી હતી. જેની સરખામણીમાં વર્ષ ૨૦૧૭માં વધારે પ્રમાણમાં ભારતીયોને નાગરિકતા મળી ગઇ છે. જા કે આ મામલે મેÂક્સકો પ્રથમ સ્થાને છે.

અમરિકાએ આ વર્ષે કુલ ૭.૫૩ લાખ લોકોને પોતાના દેશની નાગરિકતા આપી છે. જેમાં ભારતીય નાગરિકોની સંખ્યા આશરે છ ટકા છે. છેલ્લા બે વર્ષમાં અમેરિકાની નાગરિકતા હાંસલ કરવાના મામલે હવે દર વર્ષે ઉછાળો દેખાય છે. આ નાણાંકીય વર્ષમાં આશરે ૯.૭૨ લાખ લોકોએ અમેરિકાની નાગરિકતા હાંસલ કરવા માટે અરજી કરી હતી. અમેરિકામાં ગ્રીન કાર્ડ લઇ ચુકેલા લોકો અહીં લાંબા સમય સુધી રહીને કામ કરી શકે છે. હાલના દિવસોમાં અમેરિકાએ પોતાના દેશમાં સ્થાનિક લોકોને વધારે પ્રમાણમાં રોજગારી આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આવીસ્થિતીમાં ગ્રીન કાર્ડ લઇ ચુકેલા બીજા દેશોના નાગરિક  અહીંની નાગરિકતા હાંસલ કરવાના પ્રયાસ કરી રહી છે. નેશનલ પાર્ટનરશીપ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે.

જુન ૨૦૧૮ સુધી સંબંધિત વિભાગ પાસે ૭.૦૮ લાખ લોકોની અરજી વિચારણા હેઠળ રહી હતી. બે વર્ષ પહેલા સુધી આ આંકડો માત્ર ચાર લાખનો રહ્યો હતો. જે સાબિત કરે છે કે અમેરિકાની નાગરિકતા મેળવી લેવા માટે હજુ પણ મોટી સંખ્યામાં લોકોનો ધસારો જાવા મળી રહ્યો છે.  બિન નફાકારી સંસ્થા એશિયન અમેરિકન એડવાન્સિંગ જÂસ્ટસના અધ્યક્ષના કહેવા મુજબ ભારતીય અહીંની નાગરિકતાની કિંમત સૌથી વધારે સમજે છે. અહીંના નાગરિક બની ગયા બાદ તેમની સુરક્ષાને કેટલાક ચોક્કસ અધિકાર મળી જાય છે. જે રીતે મતદાન કરવાના મૂળભૂત અધિકાર, નોકરીની વધારાની તકોની સાથે સાથે અમેરિકી નાગરિકતા મળવાના પણ એવા જ નિયમ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા બે વર્ષોમાં અમેરિકાની નાગરિકતા હાસલ કરવાના મામલામાં પેન્ડિંગ રહેલી અરજીઓની સંખ્યા વધી છે.

 

 

Share This Article