ટેસ્ટ રેકિંગમાં ભારત ટોચના સ્થાને યથાવત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતે આઈસીસી ટેસ્ટ ટીમ રેકિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખી ટોચના સ્થાને રહી પોતાની સ્થિતિ મજબૂત બનાવી દીધી છે.  એમઆરએફ ટાયર્સ આઈસીસી ટેસ્ટ રેકિંગ્સમાં ૪ પોઇન્ટના ફાયદા સાથે ૧૨૫ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે.

સાઉથ આફ્રિકા ૫ પોઇન્ટના નુક્શાન સાથે ૧૧૨ પોઇન્ટ સાથે બીજા ક્રમે રહ્યું છે.  ૪ પોઇન્ટના ફાયદા સાથે ૧૦૬ પોઇન્ટ મેળવી ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને રહ્યું છે, જ્યારે ન્યુઝીલેન્ડ ૧૦૨ પોઇન્ટ સાથે ચોથા સ્થાને રહ્યું છે.  ત્યારબાદ ઇંગલેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાન અનુક્રમે પાંચમાં, છઠ્ઠા અ સાતમાં સ્થાને રહ્યાં છે.

બાંગ્લાદેશને ૪ પોઇન્ટનો ફાયદો થતા તે ૭૫ પોઇન્ટ સાથે આઠમાં સ્થાને રહી વિન્ડિઝને નવમાં સ્થાને પોંહચાડી દીધુ છે, ૬૭ પોઇન્ટ ધરાવે છે. જ્યારે ઝિમ્બાવે ૧ પોઇન્ટના ફાયદા સાથે ૨ પોઇન્ટ પર રહી ૧૦માં સ્થાન પર છે.

પોઇન્ટ ટેબલઃ

રેંક

ટીમ

પોઇન્ટ્સ

ભારત૧૨૫ (+૪)

સાઉથ આફ્રિકા

૧૧૨ (-૫)

ઓસ્ટ્રેલિયા

૧૦૬ (+૪)

ન્યુઝીલેન્ડ૧૦૨ (-)

ઇંગલેન્ડ

૯૮ (+૧)

શ્રીલંકા

૯૪ (-૧)

પાકિસ્તાન

૮૬ (-૨)

બાંગ્લાદેશ

૭૫ (+૪)

વિન્ડિઝ

૬૭ (-૫)

૧૦ઝિમ્બાવે

૨ (+૧)

Share This Article