દુબઇ: એશિયા કપની મેચમાં ભારતને હોંગકોંગ જેવી નવી ટીમને હરાવવા માટે પણ ભારે પરસેવા છુટી ગયા હતા. જા કે ભારતીય ટીમ જીત મેળવીને આગામી રાઉન્ડમાં પહોંચી ગઇ હતી. ભારતીય ટીમની હોંગકોંગની સામે માત્ર ૨૬ રને જીત થઇ હતી. ભારતીય ટીમ સુપર ચારમાં પહોંચી ગઇ છે પરંતુ ટીમ ઇÂન્ડયાનો દેખાવ ખુબ નબળો રહ્યો હતો. સૌથી પહેલા તો બેટિંગ કરતા પણ કોઇ નોંધપાત્ર જુમલો ખડકી દીધો હતો. ઇંગ્લેન્ડના પ્રવાસમાં ફ્લોપ રહેલા શિખર ધવન૧ ૨૦ બોલમાં ૧૨૭ રન બનાવ્યા હતા. શિખર ધવને વનડે કેરિયરની ૧૪મી સદી ફટકારી હતી. શિખરે ૧૫ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી આ સદી કરી હતી. જ્યારે ટીમમાં વાપસી કરનાર રાયડુએ ૬૦ રન કર્યા હતા.
આ બંનેએ બીજી વિકેટની ભાગીદારીમાં ૧૧૬ રન ઉમેર્યા હતા. જા કે ભારતીય ટીમ હોંગકોંગ જેવી ટીમ સામે માત્ર ૨૮૫ રન બનાવી શકી હતી. જેથી ભારત જેવી શÂક્તશાળી ટીમની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો. ચાહકો માની રહ્યા હતા કે હોંગકોંગ જેવી ટીમની સામે ભારતીય ટીમ ૪૦૦ની આસપાસનો જુમલો ખડકી દેશે પરંતુ આ બાબત શક્ય બની ન હતી. જીતવા માટેના ૨૮૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતા હોંગકોંગ તરફથી કોઇએ વિચારણા કરી ન હોય તેવી શરૂઆત થઇ હતી. હોંગકોંગ તરફથી ઓપનિંગ બેટ્સમેન નિજાકત ખાને ૧૧૫ બોલમાં ૯૨ રન કર્યા હતા. જ્યારે કેપ્ટન અંસુમાન રથે ૯૭ બોલમાં ૭૩ રન કર્યા હતા. આ બંને ખેલાડીએ પ્રથમ વિકેટની ભાગીદારીમાં જ ૧૭૪ રન ઉમેરીને ભારતીય ચાહકોની ઉંઘ હરામ કરી દીધી હતી. એક વખતે લાગી રહ્યુ હતુ કે ભારતીય ટીમને હાર આપીને હોંગકોંગ મોટો અપસેટ સર્જી દેશે. જા કે અનુભવની કમી નજરે પડી હતી. હોંગકોંગ તરફથી વનડે ક્રિકેટના ઇતિહાસમાં કોઇ પણ વિકેટ માટે શ્રેષ્ઠ ભાગીદારી નોંધાઇ હતી. હોંગકોંગ મોટા ઉલટફેર કરવાની તક હતી.
પરંતુ તેની અનુભવહિનતાના કારણે હાર થઇ હતી. હોંગકોંગની ટીમ છેલ્લે આઠ વિકેટ ગુમાવીને ૨૫૯ રન જ કરી શકી હતી. જા કે હોંગકોંગની ટીમ હવે ઉંચા નૈતિક જુસ્સા સાથે મેદાનમાં ઉતરનાર છે. કારણ કે તેની સામે ભારત જેવી શÂક્તશાળી ટીમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નિજાકત અને અંસુમાને જારદાર ધીરજ સાથે ભારતીય બોલરોનો સામનો કર્યો હતો. ભારતને પ્રથમ વિકેટ હાંસલ કરવા માટે ૩૫ ઓવર સુધી રાહ જાવી પડી હતી.
અંસુમાન કુલદીપની બોલિંગમાં પોતાની લાપરવાહીના કારણે આઉટ થયો હતો. પોતાની કેરિયરની પ્રથમ વનડે મેચ રમી રહેલા ખલીલ અહેમદે ૪૮ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ મેચમાં ચાહકોને ભારે રોમાંચ જાવા મળ્યો હતો. ભારતીય ટીમ આ વખતે એશિયા કપમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં મેદાનમાં ઉતરી છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ રમી રહી છે. પૂર્વ કેપ્ટન ધોની શુન્યમાં આઉટ થતા ચાહકો ભારે નિરાશ થયા હતા. ભારતીય ટીમ વર્તમાન ચેÂમ્પયન છે. તેની પાસે શાનદાર દેખાવ કરવાની તક છે.