ભારતે સ્પેશ વોરની શક્તિ મેળવી : સેટેલાઇટને ફુંક્યુ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : દેશમાં મચેલા ચૂંટણી ઘમસાણના માહોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને નામ સંબોધન કર્યુ હતુ. જેમાં મોદીએ  અંતરિક્ષમાં ભારતના પરાક્રમની વાત કરી હતી. મોદીએ લોકોની વધી ગયેલા ધબકારા વચ્ચે કહ્યુ હતુ કે આજે દેશ માટે ગર્વની વાત છે. લો અર્થ ઓર્બિટમાં એક લાઇવ સેટેલાઇટને ભારતે તોડી પાડવામાં સફળતા મેળવી છે. મોદીએ કહ્યુ હતુ કે આજે દેશે સ્પેશ વોરની શક્તિ હાંસલ કરી લીધી છે. એક સેટેલાઇટ તોડી પાડવામાં સફળતા મેળવી છે. અંતરિક્ષ મહાશક્તિ તરીકે હવે ભારત બની ગયુ છે.  તેમણે કહ્યુ હતુ કે આ પરીક્ષણ કોઇ પણ આંતરરાષ્ટ્રીય કરારના ભંગ તરીકે નથી.

તેમણે કહ્યુ હતુ કે આ સમય સ્પેસ અને સેટેલાઇટનુ મહત્વ સતત વધી રહ્યુ છે. ભવિષ્યમાં આના વગર જીવન મુશ્કેરરૂપ બની જશે. મોદીએ જાહેરાત કરી હતી કે અંતરિક્ષ વૈજ્ઞાનિકો દ્વારા મિશન શક્તિ ઓપરેશન પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. આ પરાક્રમ ભારતમાં જ વિકસિત કરવામાં આવેલા સેટેલાઇટ દ્વારા પાર પાડવામાં આવતા મોટી સિદ્ધી સમાન છે. મિશન શક્તિ અંગે માહિતી આપતા મોદીએ કહ્યુ હતુ કે આ એક મુશ્કેલ ઓપરેશન હતુ. ભારતે આજે અંતરિક્ષમાં પોતાનુ નામ ઇતિહાસમાં નોંધાવુ છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ આ સિદ્ધી હાંસલ કરનાર ભારત ચોથા દેશ તરીકે રહ્યુ છે. મોદીએ સવારમાં રાષ્ટ્રના નામ સંબોધનની વાત કરી ત્યારબાદથી લોકોની ઉત્સુકતા વધી ગઇ હતી. મોદી કઇ વાત કરશે તેને લઇને ચર્ચા રહી હતી. મોદી શુ કહેશે તેની ચર્ચા લોકોમાં જોવા મળી હતી.

લોકો મોદીને સાંભળવા માટે ઉત્સુક બની ગયા હતા. ભારતે સ્પેસ વોરની શક્તિ હાંસલ કરી હોવાનો મોદીએ દાવો કર્યો હતો. મોદીના કહેવા મુજબ હવે અંતરિક્ષમાં પણ ભારત શક્તિ તરીકે છે. મિસાઇલને તોડી પાડવા માટેની સિદ્ધી હાંસલ કરી હતી. તેમના કહેવા મુજબ આમાં આધુનિક અને ખુબ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Share This Article