દક્ષિણ આફ્રિકા ખાતે ૨૫ વર્ષનો ઇતિહાસ બદલવા આજે વિરાટ સેના મેદાનમાં ઉતરશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 

આજથી દક્ષિણ આફ્રિકા અ ભારત વચ્ચે કેપટાઉનમાં રમાઇ રહેલી ત્રણ ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચ રમાશે. ભારતીય ક્રિકેટ ટીમનું સુકાન સંભાળી રહેલા વિરાટ કોહલી આજે દક્ષિણ આફ્રિરા સામે આરપારનો જંગ લડી લેવા મેદાનમાં ઉતરશે. છેલ્લાં ૨૫ વર્ષથી ક્રિકેટ ચાહકો દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતને જીત જોવા માટે રાહ જોઇ રહ્યાં છે, ત્યારે આ ટેસ્ટ શ્રેણી સુકાની વિરાટ માટે અગ્નિ પરીક્ષા બની રહશે.

૨૦૧૭નું વર્ષ ભારત માટે ખૂબ જ સરસ રહ્યું છે, ત્યારે ૨૦૧૮ની શરૂઆત કેવી રહે છે તે જોવું રહ્યું. ભારત વિદેશની ધરતી પર પોતાની વિજય પતાકા લહેરાવી શકશે કે નહીં તેના પર ભારતીય ક્રિકેટ પ્રેમીઓની નજર મંડાયેલી છે. અત્યારે ભારત ટેસ્ટ રેકિંગમાં ૧૨૪ પોઇન્ટ સાથે પ્રથમ અને દક્ષિણ આફ્રિકા ૧૧૧ પોઇન્ટ સાથે દ્રિતીય સ્થાન ધરાવે છે.

 

 

Share This Article