બર્મિગ્હામઃ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ આજથી બર્મિગ્હામમાં શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચને લઇને ભારે રોમાંચક કરોડો ક્રિકેટ પ્રેમીમાં જોવા મળી રહ્યો છે.
લાંબા સમય બાદ બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે રન કોણ બનાવે છે તેના પર નજર રહેશે. બીજી બાજુ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં સૌથી વધારે વિકેટ કોણ મેળવે છે તેના પર પણ નજર રહેશે. ભારતીય ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં જારદાર તૈયારી છેલ્લા કેટલાક દિવસથી કરી રહી હતી.
ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ પણ લડાયક મુડમાં દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડ પાસે અનેક આધારભુત ખેલાડી છે જેમાં એલિસ્ટર કુક, જોઇ રૂટનો સમાવેશ થાય છે. બોલિંગમાં તમામની નજર એન્ડરસન પર કેન્દ્રિત રહેશે. ભારત સામે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડે તેની ૧૩ સભ્યોની ટીમ જાહેર કર્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ચર્ચા જોવા મળી રહી છે.
ટ્વેન્ટી અને વનડે શ્રેણી રોચક રહ્યા બાદ હવે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થવા જઇ રહી છે. જોઇ રૂટના નેતૃત્વમાં ઇંગ્લેન્ડની ટીમ જાહેર કરી દેવામાં આવી છે. જોઇ રૂટ પોતે આધારભુત બેટ્સમેન તરીકે છે. ટીમમાં એલિસ્ટર કુક પણ છે. જે વ્યાપક અનુભવ ધરાવે છે. શરૂઆતની ત્રણ ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમની જાહેરાત પણ થઇ ચુકી છે.
હાલમાં જ પુરી થયેલી ત્રણ વનડે મેચોની શ્રેણીમાં ઇંગ્લેન્ડે ૨-૧થી જીત મેળવી હતી તે પહેલા ત્રણ મેચોની ટ્વેન્ટી શ્રેણીમાં ભારતે ૨-૧થી જીત મેળવી હતી. આ ઉપરાંત આયર્લેન્ડ સામે રમાયેલી બંને મેચો પણ ભારતે જીતી હતી. લાંબા ગાળા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે વધારે લડાયક દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમમાં રશિદનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ ભારતને ભારે પડી શકે છે. ટીમની જે રીતે પસંદગી કરવામાં આવી છે તે જોતા તે વધારે સારી અને સંતુલિત ટીમ છે. ઇંગ્લેન્ડની ટીમમાં સૌથી આધારસ્તંભ તરીકે કુક છે. તે ટેસ્ટ ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાના નામ પર ધરાવે છે. ૧૨ હજારથી પણ વધારે રન તે ઇંગ્લેન્ડ તરફથી રમતા કરી ચુક્યો છે. બન્ને ટીમો એકબીજાની સામે પોત પોતાની વ્યુહરચના તૈયાર કરી ચુકી છે.
ઇંગ્લેન્ડની ટીમઃ જોઇ રૂટ, મોઇન અલી, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, જોઇ બટલર, એલિસ્ટર કુક, સામ કુરેન, કેટન જેનિગ્સ, ડેવિડ માલન, અદિલ રશિદ, બેન સ્ટોક્સ, જાહની બેરશો,
ભારતીય ટીમઃ કોહલી (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, રહાણે, કરુણ નાયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, અશ્વિન, જાડેજા, કુલદીપ, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, મોહમ્મદ સામી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર