ભારતે કોરોના રસીના મામલે એકવાર ફરીથી રેકોર્ડ બનાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ૨૦૦ કોરોના રસીના ૨૦૦ કરોડ ડોઝનો આંકડો પાર કરી લીધો છે. કોવિડ ૧૯ વિરુદ્ધ મેચમાં ભારતે શાનદાર બેવડી સદી ફટકારી છે. શરૂઆતથી જ કેન્દ્ર સરકાર રસી અંગે લોકોને જાગૃત કરી રહી છે. જેના પરિણામે ભારતે આ મોટી સિદ્ધિ મેળવી છે.
ભારતમાં હજુ પણ રસીકરણ અભિયાન ચાલુ છે. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ સરકારે ૧૮ વર્ષથી ૫૯ વર્ષની ઉંમરના લોકો માટે બુસ્ટર ડોઝ ફ્રી લગાવવાની જાહેરાત કરી છે. ૧૫ જુલાઈથી આ અભિયાન શરૂ થયું છે. ૭૫ દિવસના એક વિશેષ અભિયાન હેઠળ આમ કરવામાં આવી રહ્યું છે. જ્યારે દેશમાં ૧૨ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને હાલ રસી અપાઈ રહી છે.