અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૧૮માં ભારતે પાપુઆ ન્યૂ ગિની સામે ૧૦ વિકેટે મેળવી જીત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ન્યુઝીલેન્ડ ખાતે યોજાઇ રહેલ અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૧૮માં આજે ભારતે પાપુઆ ન્યૂ ગિની સામે ૧૦ વિકેટે જીત મેળવી છે. પાપુઆ ન્યૂ ગિનીએ પ્રથમ બેટિંગ કરતા ભારતને ૬૪ રનનું લક્ષ્ય આપ્યુ હતુ. ઓપનીંગ જોડી પૃથ્વી શો અને મનજોત કાલરાએ માત્ર આઠ ઓવરમાં વિના વકેટે ૬૭ રન બનાવી ભારતને જીત અપાવી હતી. ભારતની આ સતત બીજી જીત છે, આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૦૦થી વધુ રને હાર આપી હતી.

પૃથ્વી શોએ ૩૯ બોલમાં ૫૭ રન બનાવી પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. જેમાં ૧૨ ફોર લગાવી હતી. જ્યારે મનજોત કાલરાએ ૯ બોલમાં ૯ રન ફટકાર્યા હતી.

ભારતની આ જીતમાં અનૂકૂલે મહત્વનો ભાગ ભજવ્યો હતો. અનુકૂલે માત્ર ૬.૫ ઓવરમાં ૧૪ રન આપી પાપુઆ ન્યૂ ગિનીની પાંચ વિકેટ ખેરવી હતી.

ન્યુઝીલેન્ડ ખાતે યોજાઇ રહેલ અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૧૮માં ૧૩ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી, ૨૦૧૮ સુધી યોજાઇ રહ્યો છે.

 

Share This Article