મેલબોર્ન : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચને લઇને ભારતીય ટીમ પર વધારે દબાણ છે. કારણ કે આ પહેલા પર્થ ટેસ્ટમાં તેની હાર થઇ હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમમાં રવિન્દ્ર જાડેજા સહિત ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. અંતિમ ઇલેવનમાં રોહિત શર્મા અને મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. સતત નિષ્ફળ રહેલી ઓપનિંગ જાડી મુરલી વિજય અને લોકેશ રાહુલને પડતા મુકી દેવામાં આવ્યા છે. ઝડપી બોલર ઉમેશ યાદવ પણ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી
આજે સવારે બીસીસીઆઇ દ્વારા ટ્વીટ કરીને આઈ અંગેની માહિતી આપી હતી. મયંક અગ્રવાલે સ્થાનિક ક્રિકેટમાં ધરખમ બેટિંગ કરી છે. મયંક અગ્રવાલ ભારત તરફથી ટેસ્ટ મેચ રમનાર ૨૯૫મો ખેલાડી બની ગયો છે.અત્રે નોંધનીય છે કે પર્થના મેદાન ખાતે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચના પાંચમા અને અને અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓ જીતવા માટેના ૨૮૭ રનના ટાર્ગેટ સામે કોઇ પણ સંઘર્ષ કર્યા વગર આઉટ થઇ જતા કરોડો ક્રિકેટ ચાહકોમાં નિરાશાનુ મોજુ ફેલાઇ ગયુ હતુ. ભારતીય ટીમ પર આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ૧૪૬ રને મોટી જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ શ્રેણી હવે ૧-૧થી બરોબર થઇ ગઇ હતી. બંને ટીમો હવે એક એક ટેસ્ટ મેચ જીતી શકી છે.
આ શ્રેણી વધારે રોમાંચક બની ગઇ છે. પર્થના નવા સ્ટેડિયમ ખાતે આ પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ હતી. વર્ષ ૨૦૧૪ બાદ ૧૨૪ પ્રયાસમાં માત્ર છ ટીમો જ ૨૦૦થી વધારે સ્કોર કરી શકી છે.તે પહેલા એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી.
ભારત : રાહુલ, વિજય , ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાણે, રોહિત શર્મા, હનુમા વિહારી, રિશભ પંત, અશ્વીન, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, બુમરાહ, રવિન્દ્ર જાડેજા, મંયક અગ્રવાલ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી પર્થ ખાતે શરૂ થઇ રહી છે. પર્થની વિકેટ ઝડપી બોલર માટે વધારે આદર્શ હોવાથી ભારતીય બેટ્સમેનોની આ વિકેટ પર આકરી કસોટી થઇ શકે છે. પ્રથમ ટેસ્ટ મેચ એડીલેડ ખાતે જીતી લીધા બાદ ભારતીય ખેલાડીઓનો નૈતિક જુસ્સો હવે આસમાન પર છે. પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમની ક્ષમતા મુજબ દેખાવ કરી શક્યા ન હતા. જેથી હવે આ બંને સ્ટાર ખેલાડીઓ પર નજર રહેશે. બંને ટીમોમાં અંતિમ ઇલેવનમાં ફેરફાર કરવામાં આવે તેવી વકી છે. એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જા કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ભારતની જીત થઇ હતી.
ભારતીય ટીમે હવે યજમાન ઓસ્ટ્રેલિયા પર ૧-૦ની લીડ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં મેળવી લીધી છે. ભારતીય ટીમમાં અનેક સ્ટાર ખેલાડી હોવા છતાં ઓસ્ટ્રેલિયાની વિકેટ પર તેમની કસોટી થશે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે હોટફેવરીટ ખેલાડી તરીકે છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો તે ફેવરીટ છે. જા કે ભારત માટે સારી બાબત એ છે કે ઓસ્ટ્રેલિયાના બે ધરખમ ખેલાડી સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પ્રતિબંધના કારણે હાલમાં ટીમની બહાર છે. ફિન્ચ અને ખ્વાજા પ્રથમ ટેસ્ટ મેચમાં નિષ્ફળ રહ્યા હતા. જા કે પર્થ ટેસ્ટ મેચમાં ભારતને સાવધાન રહેવાની જરૂર પડશે.ભારતીય ટીમ પર્થની વિકેટ પર પાંચ ઝડપી બોલરની રણનિતી સાથે મેદાનમાં ઉતરનાર છે. જેમાં શામી, ઇશાંત શર્મા અને જશપ્રીત બુમરાહ ટીમમાં ઝડપી બોલિંગની જવાબદારી સંભાળનાર છે. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી.
જા કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ભારતની જીત થઇ હતી. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૬ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં રાહુલ દ્રવિડના કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ટીમમાં ઓપનિંગ બેટ્સમેન નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે ત્યારે મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે ટીમ ઇન્ડિયા નવી ઓપનિંગ જાડી સાથે મેદાનમાં ઉતરનાર છે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ નિવેદન કર્યુ હતુ કે રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા આવતા પહેલા સંપૂર્ણ ફિટ ન હતો. રવિ શાસ્ત્રી ની તકલીફ હવે વધી ગઇ છે. કારણ કે બીસીસીઆઇ દ્વારા મોડી રાત્રે નિવેદન જારી કરીને કહ્યુ છે કે આ ઓલરાઉન્ડર ઓસ્ટ્રેલિયામાં જારી ટેસ્ટ શ્રેણી માટે બિલકુલ ફિટ ખેલાડી હત. બીજી બાજુ ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ મિશેલ માર્શનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલયાની ટીમો નીચે મુજબ છે.
ઓસ્ટ્રેલિયા : એરોન ફિન્ચ, માર્કસ હેરિસ, ઉસ્માન ખ્વાજા, શૌન માર્શ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ટીમ પેની (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, નાથન લિયોન, જાશ હેઝલવુડ,
ભારત : રાહુલ, વિજય , ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાણે, રોહિત શર્મા, હનુમા વિહારી, રિશભ પંત, અશ્વીન, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, બુમરાહ