સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલથી સિડનીના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે. આ નિર્ણાયક ટેસ્ટ મેચ પણ જીતીને વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ નવો ઇતિહાસ રચવા માટે સજ્જ છે. ઓસ્ટ્રેલિયામાં આ ટેસ્ટ શ્રેણી જીતવાની ભારત હવે નજીક છે. જેથી ભારત કોઇ કિંમતે આ તક ગુમાવવા ઇચ્છુક નથી. બીજી બાજુ મેલબોર્ન ટેસ્ટમાં હાર ખાધા બાદ યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમ વાપસી કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારત તરફથી સિડની ટેસ્ટમાં અશ્વિન રમી શકશે કે કેમ તેને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે. બંને ટીમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. તે પહેલા ટીમ ઇન્ડિયાએ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૧૩૭ રને હાર આપીને ઇતિહાસ સર્જી દીધો હતો.
પ્રથમ વખત ભારતે ઓસ્ટ્રેલિયાને બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં હાર આપી હતી. જીતવા માટે ૩૯૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા યજમાન ટીમ ૮૯.૩ ઓવરમાં ૨૬૧ રન કરીને આજે ઓલઆઉટ થઇ ગઈ હતી. મેલબોર્ન ખાતેની ત્રીજી ટેસ્ટ મેચ જીતીને ભારતે કેટલાક રેકોર્ડ પોતાના નામ પર કર્યા હતા. પ્રવાસી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં અગાઉ સાત બોક્સિંગ ડે ટેસ્ટનો હિસ્સો રહી હતી.જેમાં પાંચમાં તેની હાર થઇ હતી અને બે ટેસ્ટ મેચો ડ્રો થઇ હતી. રેકોર્ડ ઉપર નજર કરવામાં આવે તો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જીત હાસલ કરવા માટે ભારતીય ટીમને ૩૭ વર્ષનો ઇંતજાર કરવાની ફરજ પડી હતી.
ભારતે આ મેદાન ઉપર છેલ્લે ૧૯૮૮માં જીત હાસલ કરી હતી. બીજી બાજુ ટેસ્ટ ક્રિકેટમાં ભારતની૧૫૦મી જીત હતી. ભારતીય ટીમે બંને ઇનિંગ્સ ડિકલેર કરીને વિદેશમાં ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ પણ કર્યો હતો. આ અગાઉ ૨૦૦૪માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે ૭ વિકેટે ૭૦૫ અને બે વિકેટે ૨૧૧ રન દાવ ડિસલેર કર્યો હતો. આ પહેલા ભારતીય ટીમે બીજી ઇનિંગ્સ આઠ વિકેટે ૧૦૬ રને ડિકલેર કરી દીધા બાદ ઓસ્ટ્રેલિયા સામે જીત માટે ૩૯૯ રનનો પડકાર આવ્યો હતો. આ ટેસ્ટ મેચ જીતીને ભારતે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમની પર્થ ટેસ્ટમાં હાર થઇ હતી જ્યારે તે પહેલા રમાયેલી એડિલેડ ટેસ્ટ મેચમાં જીત થઇ હતી.મેલબોર્ન પહેલા પર્થના મેદાન ખાતે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચના પાંચમા અને અને અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓ જીતવા માટેના ૨૮૭ રનના ટાર્ગેટ સામે કોઇ પણ સંઘર્ષ કર્યા વગર આઉટ થઇ જતા કરોડો ક્રિકેટ ચાહકોમાં નિરાશાનુ મોજુ ફેલાઇ ગયુ હતુ. ભારતીય ટીમ પર આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ૧૪૬ રને મોટી જીત મેળવી હતી. તે પહેલા એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જા કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત અને ઓસ્ટ્રેલયાની ટીમો નીચે મુજબ છે.
ઓસ્ટ્રેલિયા : એરોન ફિન્ચ, માર્કસ હેરિસ, ઉસ્માન ખ્વાજા, શૌન માર્શ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ટીમ પેની (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, નાથન લિયોન, જાશ હેઝલવુડ,
ભારત : રાહુલ, વિજય , ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાણે, રોહિત શર્મા, હનુમા વિહારી, રિશભ પંત, અશ્વીન, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, બુમરાહ