ભારતમાં પણ મસમોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ તમામ દેશો પરમાણું પરીક્ષણ કરી રહ્યા છે અને પોતાની તાકાત બતાવી રહ્યા છે ત્યારે પરમાણુ પરીક્ષણે ભારતને દુનિયાના પરમાણુ સંપન્ન દેશોની યાદીમાં લાવીને ઉભો કરી દીધો. ભારતમાં વિજળીની આપૂર્તિ ઘણે અંશે ન્યૂક્લિયર પાવર પર ર્નિભર છે.

આયાતિત ઉર્જા સંસાધનો પર ભારતની ર્નિભરતા અને ઉર્જા ક્ષેત્રમાં વધતી માગને પૂરી કરવાનો મોટો પડકાર છે. ભારતમાં પાંચ વિજળી ગ્રેડ છે. ઉત્તરી, પૂર્વી, ઉત્તર-પૂર્વી, દક્ષિણી અને પશ્વિમી ગ્રીડ. દક્ષિણી ગ્રીડને છોડી દઈએ તો બીજા ગ્રીડ એકબીજા સાથે લગભગ જાેડાયેલા છે.

વર્લ્‌ડ ન્યૂક્લિયર એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે દેશમાં હાલમાં ૭ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ કાર્યરત છે. બધા રાજ્યના સ્વામિત્વવાળી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત છે. જે ૯૫,૦૦૦ સર્કિટ કિલોમીટરથી વધારે ટ્રાન્સમિશન લાઈનનું સંચાલન કરે છે.

ભારતમાં કેટલા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ છેઃ ૧. કાઈગા, કર્ણાટક – ૮૮૦ મેગાવોટ, ૨. કાકરાપાર, ગુજરાત – ૧૧૪૦ મેગાવોટ, ૩. કુંડનકુલમ, તમિલનાડુ – ૨૦૦૦ મેગાવોટ , ૪. કલપક્કમ, તમિલનાડુ – ૪૪૦ મેગાવોટ, ૫. નરોરા, ઉત્તર પ્રદેશ – ૪૪૦ મેગાવોટ, ૬. રાજસ્થાન, રાજસ્થાન – ૧૧૮૦ મેગાવોટ, ૭. તારાપુર, મહારાષ્ટ્ર- ૧૪૦૦ મેગાવોટ.

Share This Article