બેંગલોર : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટ્વેન્ટી-૨૦ શ્રેણીની ત્રીજી મેચ આવતીકાલે બેંગલોરમાં રમાનાર છે. પ્રથમ મેચ ભારે વરસાદના કારણે એક પણ બોલ ફેંકાયા વગર રદ કરી દેવામાં આવ્યા બાદ બીજી મેચ ભારતીય ટીમે જીતી લીધી હતી. ભારતીય ટીમ શ્રેણીમાં ૧-૦ની લીડ ધરાવે છે. ભારતીય ટીમ શ્રેણી જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. બીજી બાજુ પ્રવાસી આફ્રિકાની ટીમ શ્રેણીને બરોબર કરવા માટે સજ્જ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. ઘરઆંગણે ભારતીય ટીમ હોટફેવરીટ બનેલી છે. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં શાનદાર દેખાવ કર્યા બાદ હવે ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. ભારતીય ટીમની પસંદગી કરી લેવામાં આવી છે.
આગામી વર્ષે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. પ્રતિભાશાળી ખેલાડીઓ વર્લ્ડ પહેલા તૈયાર થઇ શકે તે માટે જોરદાર આયોજન કરવામાં આવી રહ્યુ છે. ઝડપી બોલર ખલીલ અહેમદ, દીપક ચાહર, નવદીપ સેની, સ્પીનર રાહુલ ચાહર, વોશિગ્ટન સુન્દર પાસે પોતાની કુશળતાને સાબિત કરવા માટે પુરતી તક રહેલી છે. ટીમમાં પોતાની જગ્યાને પાકી કરવા માટે યોગ્ય તક રહેલી છે. બોલર ઉપરાંત બેટ્સમેનો માટે પણ આવી જ સ્થિતી રહેલી છે. શ્રેયસ અય્યર પર તમામની નજર રહેશે. કારણ કે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં અય્યરે જોરદાર દેખાવ કર્યો હતો. અય્યરે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરીને વિરાટ કોહલી સાથે સારી ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન વિરાટ કોહલી પોતે પણ પ્રશંસા કરી ચુક્યો છે. બીજી બાજુ વિકેટકિપર બેટ્સમેન રિશભ પંત પણ પોતાના દેખાવમાં સુધારા કરવા માટે તૈયાર છે. તેને પોતાના દેખાવમાં સુધારો કરવાની જરૂર છે. દક્ષિણ આફ્રિકા તરફથી ડી કોક પર મુખ્ય જવાબદારી રહેનાર છે. આગામી વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમાનાર છે. જેના ભાગરૂપે એક આદર્શ ટીમ તૈયાર કરવાનો હેતુ રહેલો છે.આંકડા પર નજર કરવામાં આવે તો ભારતીય ટીમ ફેવરીટ દેખાઇ રહી છે.
ટ્વેન્ટી ક્રિકેટમાં બંને ટીમોના દેખાવની વાત કરવામાં આવે તો બંને વચ્ચે કુલ ૧૫ ટ્વેન્ટી મેચો હજુ સુધી રમાઇ ચુકી છે જે પૈકી ભારતે નવ મેચોમાં જીત મેળવી લેવામાં સફળતા હાંસલ કરી છે. જ્યારે આફ્રિકાની ટીમ પાંચ મેચો જીતી શકી છે. આમને સામને ઓવરઓલ રેકોર્ડની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ ફેવરીટ દેખાઇ રહી છે. બંને દેશો વચ્ચે રમાયેલી મેચો પૈકી એક મેચમાં પરિણામ આવી શક્યુ નથી.
આંકડા પર નજર કરવામાં આવે તો બંને ટીમો પ્રથમ વખત વર્ષ ૨૦૦૬માં આમને સામને આવી હતી. દક્ષિણ આફ્રિકાના વાન્ડર્સ મેદાન ખાતે મેચ રમાઇ હતી. ભારતીય ટીમે આ મેચ છ વિકેટે જીતી લીધી હતી. મેચનુ પ્રસારણ આવતીકાલે સાંજે સાત વાગ્યાથી શરૂ કરવામાં આવનાર છે. ત્રણ ટ્વેન્ટી મેચ રમાયા બાદ ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રમાનાર છે. ત્રણ ટેસ્ટ મેચ બાદ ત્રણ વનડે મેચ રમાનાર છે..બંને ટીમો નીચે મુજબ છે.
ભારત : વિરાટ કોહલી ( કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાન્ડે, રિશભ પંત, હાર્દિક પડ્યા, વોશિગ્ટન સુન્દર, રાહુલ ચહર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સૈની
દક્ષિણ આફ્રિકા : ડીકોક (કેપ્ટન), રાસીવાન ડર દુસેન, ટેમ્બા બાવુમા, જુનિયર ડાલા, બ્યોર્ન પોરટુઇન, હેન્ડીક્સ, ડેવિડ મિલર, એનરિક નાંજે , ફેલુકવાયો, પ્રિટોરિયસ, કગિસો રબાડા, શામ્સી, લિન્ડે