મોબાઇલની દુનિયા રોકેટ ગતિથી વધી છે. ભારતમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા એક અબજના આંકડાને પાર કરી ચુકી છે. જો કે આજે પણ ભારતમાં મોબાઇલફોનના મામલે અસમાનતા જોઇ શકાય છે. હાલમાં જારી કરવામાં આવેલા અહેવાલમાં આંકડા જારી કરવામાં આવ્યા છે. મહિલાઓની પાસે પુરૂષોની તુલનામાં ખુબ ઓછા પ્રમાણમાં મોબાઇલ છે. ભારતમાં મહિલા મોબાઇલ ધારકોની સંખ્યા ૫૯ ટકાની આસપાસ છે. જ્યારે પુરૂષના મામલામાં આ સંખ્યા ૮૦ ટકાની આસપાસ છે. આંકડા પર ધ્યાન આપવામાં આવે તો જાણી શકાય છે કે મહિલાઓની સરખામણીમાં પુરૂષોની પાસે ૨૦ ટકા વધારે મોબાઇલ છે.
લંડન Âસ્થત મોબાઇલ વિક્રેતા ગ્રુપ ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઇલ કોમ્યુનિકેશનના તાજા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મોબાઇલ ફોનનો ઉપયોગના મામલે પુરૂષો અને મહિલાઓમાં વ્યાપક અંતર છે. દક્ષિણ એશિયામાં મોબાઇલની સંખ્યામાં ભારતે રેકોર્ડ સર્જયા છે. જીએસએમએ દુનિયાની ૩૫૦ કંપનીઓનુ પ્રતિનિધીત્વ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મધ્યમ આવકવાળા દેશોમાં ૮૦ ટકા મહિલાઓની પાસે પોતાના મોબાઇલ છે. મોબાઇલ ઉપયોગ કરનાર લોકોની વાત કરવામાં આવે તો ભારતમાં પુરૂષોની પાસે ૮૦ ટકા મોબાઇલ છે. અન્ય દેશોના લોકોની વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં ૭૮ ટકા પુરૂષોની પાસે મોબાઇલ છે. જ્યારે પાકિસ્તાનમાં મહિલાઓની પાસે ૫૦ ટકા મોબાઇલ છે.
પુરૂષો અને મહિલાઓમાં મોબાઇલ ધારકોમાં વ્યાપક અંતર છે. બીજી બાજુ મોબાઇલ ઇન્ટરનેટ ઉપયોગ કરનાર લોકોની વાત કરવામાં આવે તો સંખ્યા ભારતમાં તમામનુ ધ્યાન ખેંચે તેવી પ્રકારની છે. ભારતમાં ૩૬ ટકા પુરૂષો મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જ્યારે ભારતમાં મહિલાઓ ૧૬ ટકા એવી છે જે મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. મોબાઇલ જેન્ડર ગેપના રિપોર્ટમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ચીનની વાત કરવામાં આવે તો ચીનમાં રેકોર્ડ ખુબ મોટી સિદ્ધી સમાન દેખાય છે. ચીનમાં ૮૨ ટકા પુરૂષો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. બીજી બાજુ ૮૧ ટકા મહિલાની પાસે ઇન્ટરનેટ કનેક્શન છે. જાણકાર લોકો કહે છે કે મોબાઇલની દુનિયામાં મહિલાઓની પહેલ મજબુતી સાથે પહોંચી છે. જા કે અહીં પણ મહિલાઓ પુરૂષો કરતા પાછળ રહી છે. જા આ અંતરને જા દુર કરી દેવામાં આવે તો આગામી પાંચ વર્ષમાં ઓછી અને મધ્યમ આવકવાળા દેશોને મોબાઇલ ઉદ્યોગથી આશરે ૯.૯૬ લાખ કરોડ રૂપિયાની રકમ મળી રહી છે. મોબાઇલના કારણે કેટલાક પ્રતિકુળ અહેવાલ આવી ચુક્યા છે છતાં પણ મોબાઇલ નેટવર્ક વધી રહ્યુ છે. મોબાઇલ ફોનના કારણે કેન્સર થાય છે કે કેમ તેણે લઇને ચર્ચા લાંબા સમયથી છેડાયેલી છે ત્યારે હવે બ્રિટનમાં અગ્રણી વૈજ્ઞાનિકોની ટીમ એવા તારણ ઉપર પહોંચી છે કે, સેલફોન હેલ્થ ટોઇમ બોમ સમાન છે. તેમના જણાવ્યા મુજબ મોબાઇલ ફોનના ઉપયોગ સાથે સંબંધિત ૨૦૦થી વધુ અભ્યાસ કરવામાં આવી ચુક્યા છે. તમામ અભ્યાસમાં બ્રેઇન ટ્યુમર જેવી આરોગ્યની ખતરનાક તકલીફ ઉભી થવાની વાત પણ કરવામાં આવી છે.
હકિકતમાં તેમના સંસોધન અહેવાલમાં વૈજ્ઞાનિકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે, ગ્લીઓમા નામથી અસામાન્ય જાવા મળતા બ્રેઇન ટ્યુમર થવાની શક્યતા પણ મોબાઇલના કારણે રહેલી છે. અન્ય અભ્યાસમાં પણ ઘણાં મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવી ચુક્યા છે. વર્ષ ૨૦૦૮માં સ્વીડીસ અભ્યાસમાં પણ જણાવવામાં આવ્યું હતું કે, મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા બાળકોમાં ટ્યુમર થવાનો ખતરો વધારે રહેલો છે. અન્ય અભ્યાસમાં પણ જાણવા મળ્યું છે કે, મોબાઇલ ફોનના ઉપયોગથી વર્તનની સમસ્યા ઉભી થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરનારા માતાના બાળકોમાં વર્તન હિંસક હોવાની વાત સપાટી પર આવી ચુકી છે. બ્રેઇન સેલને પણ નુકશાન થાય છે. અહેવાલના જાણકારોનું કહેવું છે કે, લાંબા ગાળે મોબાઇલ ફોનનો ઉપયોગ આરોગ્ય સાથે સીધી રીતે સંક્ળાયેલો છે. જૂન મહિનામાં વિશ્વ આરોગ્ય સંગઠને પણ કબૂલાત કરી હતી કે, મોબાઇલથી કેન્સર થઇ શકે છે.
હેન્ડફ્રી કિટ્સનો ઉપયોગ કરતી વેળા કેટલીક સાવચેતી રાખવાની સલાહ પણ આપવામાં આવી હતી. જો કે વૈજ્ઞાનિકોએ એવી કબૂલાત પણ કરી છે કે, અભ્યાસના તારણો સાબિત થઇ શક્યા નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મોબાઇલ ખાસ કરીને બાળકો માટે વધારે ખતરનાક છે. અભ્યાસ મુજબ મોબાઇલ ફોન કંપનીઓ અને સરકારે કોઇ નવી ટેકનોલોજી શોધી કાઢવી જોઇએ. મોબાઇલથી થતા નુકસાન અગાઉ વારંવાર અહેવાલોમાં આવતા રહ્યાં છે.