વેલિગ્ટન: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમ અને નિર્ણાયક મેચ રમાનાર છે. ભારત છેલ્લી મેચ હારી ગયુ હોવા છતાં શ્રેણીમાં ૩-૧ની લીડ ધરાવે છે. ભારતીય ટીમ શ્રેણી જીતી ચુકી છે છતાં અંતિમ વનડે મેચ જીતીને આગળ વધવા માટે તૈયાર છે. ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. એમએસ ધોની આવતીકાલે રમાનાર મેચમાં રમશે કે કેમ તેને લઇને હાલમાં સસ્પેન્સ છે. વેલિગ્ટન મેચની સાથે સાથે નીચે મુજબ છે.
- ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે વેલિગ્ટન મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી
- હેમિલ્ટન ખાતે રમાયેલી ચોથી મેચમાં ન્યુઝીલેન્ડે જીત મેળવીને શ્રેણીમાં લીડ કાપી હતી
- ભારતીય ટીમ મોટા અંતર સાથે શ્રેણી જીતવા માટે ઉત્સુક છે
- ન્યુઝીલેન્ડના સ્ટાર બેટ્સમેનો રોસ ટેલર, માર્ટિન ગુપ્ટિલ અને વિલિયમસન અપેક્ષા મુજબ દેખાવ કરી શક્યા નથી જેથી ન્યુઝીલેન્ડને પીછેહઠનો સામનો કરવો પડ્યો
- હેમિલ્ટન ખાતેની ચોથી મેચમાં કંગાળ દેખાવ કર્યા બાદ ભારતીય ટીમ જારદાર દેખાવ કરવા માટે સંપૂર્ણ તૈયાર થઇ
- ખરાબ હવામાન વચ્ચે ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે
- ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવન ઉપર તમામની નજર રહેશે
- ચાઈનામેન કુલદીપ અને યુજવેન્દ્ર ચહલ પણ ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે
- ન્યુઝીલેન્ડની ટીમ ઓપનિંગ બેટ્સમેન ગુપ્ટિલ ઇજાગ્રસ્ત થતા ચિંતિત બની ગઇ છે
- ન્યુઝીલેન્ડની ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવે તેવી પણ સંભાવના
- ભારતીય ટીમ જીતના ઇરાદા સાથે વર્તમાન ટીમ સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર
- ભારતીય ટીમમાં બેટિંગ ક્રમમાં પણ ફેરફાર થવાની શક્યતા નહીવત છે
- ભારતીય ટીમ તરફથી ધોની રમશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી