દેશના જુદા જુદા ભાગોમાં હાલમાં કેટલાક નેતાઓ, કેટલીક સંસ્થાઓ અને કેટલાક બુદ્ધિજીવી લોકો પણ રામ મંદિર, ભગવાન, ધર્મ અને અન્ય તમામ મામલે આડેધડ નિવેદન કરીને મોટી મોટી સમસ્યા ઉભી કરી રહ્યા છે. જાણકાર લોકો કહે છે કે ભારતને એક આદર્શ દેશ બનાવી દેવા માટે બંધારણ દ્વારા દર્શાવવામાં આવેલા રસ્તા પર ચાલીને વૈજ્ઞાનિક મિજાજવાળા રાષ્ટ્રનુ નિર્માણ કરવા માટે રાષ્ટ્રવાદના નામ પર કરવામાં આવતા આડેધડ નિવેદનબાજીથી દુર રહેવાની જરૂર રહેશે. દેશના જાણકાર લોકો અને પરિવારમાં પણ મોટા લોકો વર્ષોથી કહેતા આવ્યા છે કે જા કોઇ વિષય અંગે પુરતી માહિતી ન હોય તો તે વિષય પર નિવેદન કરવા જાઇએ નહી. આના કારણે ભારે નુકસાન થવાની શક્યતા રહે છે.
સાથે સાથે વિવાદ પણ થવાનો ખતરો રહે છે. સમાજના જુદા જુદા વર્ગોની અંદર તંગદીલી પણ આના કારણે ફેલાઇ જાય છે. કોઇ પ્રદેશમાં ટોપ પર બેઠેલી વ્યક્તિ જ્યારે આવા નિવેદન કરે છે ત્યારે ચિંતા થાય તે સ્વાભાવિક છે. તેમના આવા નિવેદનને હળવાશથી પણ લઇ શકાય તેમ નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે વિવાદાસ્પદ નિવેદનનો મોડેથી બચાવ પણ કરવામાં આવે છે. જે વધારે ખતરનાક સ્થિતીને જન્મ આપે છે. અગરતલામાં હાલમાં જ એક જાહેર કાર્યક્રમમાં ત્રિપુરાના મુખ્યપ્રધાન વિપ્લવે કહ્યુ હતુ કે ઇન્ટરનેટ અને સેટેલાઇટ જેવી આધુનિક ચીજાની શોધ અમે મહાભારતના યુગમાં પણ જ કરી ચુક્યા છીએ. એક અન્ય મોકા પર તેઓએ કહ્યુ છે કે મેકેનિકલ એન્જિનિયરોને સિવિલ સર્વિસ પસંદ કરવી જાઇએ નહી. પરંતુ સિવિલ એન્જિનિયરોને સિવિલ સર્વિસમાં જવુ જાઇએ. આડેધડ નિવેદનની હદ તો એ વખતે થઇ જાય છે જ્યારે વિપ્લવ દેવ ડાયના હેડનની વિશ્વ સુન્દરી બનવાની સિદ્ધી પર પણ પ્રશ્નો ઉઠાવે છે.
તેમની માહિતીનુ સ્તર એ રહ્યુ છે કે વિપ્લવ કહી ચુક્યા છે કે બુદ્ધ ભારતથી યાત્રા કરીને જાપાન ગયા હતા. ચાલીને તેઓ જાપાન પહોંચ્યા હતા. જાણકાર લોકો હમેંશા કહે છે કે જ્યારે કોઇ વિષયની પુરતી માહિતી ન હોય ત્યારે કોઇ પણ રીતે આડેધડ નિવેદનબાજી કરવી જાઇએ નહી. વિરોધાભાસ ધરાવતા આ પ્રકારના નિવેદન મજાક તો સર્જા છે પરંતુ સાથે સાથે સામાન્ય લોકોને દુખી પણ કરે છે. આ પ્રકારના નિવેદન સામાન્ય લોકોને મનોરંજન આપવાના બદલે તેમને ઠેસ વધારે પહોંચાડે છે. અમારા ત્યાં એવા નેતાઓની યાદી લાંબી છે જે જેમ તેમ નિવેદન કરીને હમેંશા પ્રશ્નો કરતા રહે છે. આ પ્રકારના વરિષ્ઠ લોકો ટોપ પર રહીને પણ આડેધડ નિવેદનબાજી કરે છે. રામ મંદિર સહિત સંવેદનશીલ મુદ્દા પર પણ નેતાઓ તેમના આડેધડ નિવેદન કરવાથી પીછેહટ કરતા નથી. જેના કારણે સ્થિતી વધારે તંગ બની જાય છે. ધર્મ સાથે જોડાયેલા મુદ્દા પર પણ નિવેદન બાજી કરવામાં આવે છે. હાલમાં જ યોજાયેલી વિધાવસભાની ચૂંટણી દરમિયાન પહેલા યોગી આદિત્યનાથ અને ત્યારબાદ અન્ય નેતાઓએ ભગવાન હનુમાનને લઇને પણ જુદી જુદી ગંભીર ટિપ્પણી કરી હતી. જેના કારણે વિવાદ થયો હતો. જે વિષય પર માહિતી ન હોય તે મામલે ટિપ્પણી જટિલ સ્થિતી સર્જી કાઢે છે.