અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટમેચમાં અનેક રેકોર્ડ નવા બન્યા છે. જેને તોડવા જાણે અશક્ય જેવા થઇ ગયા છે. ભારતીય ટીમનું પફોર્મન્સ ખૂબ જ સુંદર રહ્યું. શિખર ધવને એક એવો રેકોર્ડ સર્જ્યો કે તેને વિશ્વનો કોઇ પણ ખેલાડી તોડી નહી શકે. શિખર ધવને અફઘાનિસ્તાન સામે પહેલી વાર ટેસ્ટમેટમાં શતક ફટકાર્યુ છે. 87 બોલમાં શિખર ધવને 18 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. 107 રને શિખર ધવન આઉટ થયો હતો.
ભારતીય ટીમે ફક્ત બે જ દિવસમાં અફઘાનિસ્તાનની ટીમને વાપસી કરાવી દીધી છે. ક્રિકેટના ઇતિહાસમાં આવુ ક્યારેય નથી થયું. ટેસ્ટ મેચ તો લાંબી ચાલવા માટે ફેમસ છે. જ્યારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઇ રહેલી આ મેચમાં નવો ઇતિહાસ સર્જાયો છે. ભારતે અફઘાનિસ્તાન વિરુદ્ધ બે જ દિવસમાં જીત હાસિલ કરી લીધી છે.
અફઘાનિસ્તાનની ટીમ પહેલી વાર ટેસ્ટમેચ માટે ક્વોલિફાય થઇ હતી. ભારત સાથે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. 262 રને ભારતે અફઘાનિસ્તાન સામે મેચ જીતી લીધી હતી.