કોલકત્તા : કોલકત્તાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે આવતીકાલથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટ્વેન્ટી મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. જે પૈકીની પ્રથમ મેચ આવતીકાલે કોલકત્તા ખાતે રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતે રોહિત શર્માના નેતૃત્વમાં હવે આ શ્રેણી પર પણ કબજા જમાવવા માટે તૈયારી કરી લીધી છે. ભારતે પહેલા ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. ત્યારબાદ વનડે શ્રેણી ૩-૧થી જીતી લીધી હતી.
હવે ટ્વેન્ટી-૨૦ શ્રેણી મોટા અંતર સાથે જીતવા માટે ટીમ ઇન્ડિયા તૈયાર છે. પૂર્વ કેપ્ટન ધોની વગર ભારતીય ટીમ મેદાનમાં ઉતરનાર છે. ધોનીને પડતો મુકવામાં આવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં નારાજગી જાવા મળી રહી છે.થિરુવનંતપુરમ ખાતે પહેલી નવેમ્બરના દિવસે રમાયેલી પાંચમી અને અંતિમ વનડે મેચમાં યજમાન ભારતીય ટીમે પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ પર નવ વિકેટે સરળ રીતે જીત મેળવી લીધી હતી. આની સાથે જ ભારતે વનડે શ્રેણી ૩-૧થી જીતી લીધી હતી. ૧૦૫ રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે રોહિત શર્માના અણનમ ૬૩ રનની મદદથી આ મેચ જીતી લીધી હતી.
વિરાટ કોહલીએ વર્તમાન વનડે શ્રેણીમાં ત્રણ સદી ફટકારી હતી. બીજી બાજુ રોહિત શર્મા પણ બે સદી ફટકારી હતી. આ પહેલા મુંબઇમાં રમાયેલી ચોથી વનડે મેચમાં ભારતે વિન્ડિઝ ઉપર ૨૨૪ રને જીત મેળવીને પાંચ વનડે મેચોની શ્રેણીમાં ૨-૧થી લીડ મેળવી હતી. આ પહેલાની મેચમાં વિન્ડિઝે ભારત ઉપર જીત મેળવી હતી. જ્યારે પહેલી મેચમાં ભારતે જીત મેળવી હતી. એક મેચ ટાઈમાં પરિણમી હતી.વન ડે શ્રેણી પહેલા બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયા ધારણા પ્રમાણે જપ્રથમ મેચમાં જારદાર દેખાવ કર્યો હતો. વનડે શ્રેણી પહેલા હૈદરાબાદમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પણ જીતીને ભારતે નવો ઇતિહાસ સર્જ્યો હતો. ભારતે વેસ્ટઇન્ડિઝ ઉપર હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૂર હતી. જે ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા. તે પહેલા રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી.