ભારત-વિન્ડીઝ વચ્ચે અંતિમ વનડે માટે તૈયાર થયેલ તખ્તો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

થિરુવનંતપુરમ : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલે પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી મેચ થિરવનંતપુરમ ખાતે રમાનાર છે. ભારતીય ટીમ શ્રેણીમાં હાલમાં ૨-૧ની લીડ ધરાવે છે. શ્રેણીમાં હજ સુધી ભારતે બે અને વેસ્ટ ઇન્ડિઝે એક મેચ જીતી છે. એક મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગયા બાદ છેલ્લા બોલે ટાઇ પડી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રેણી ૩-૧થી જીતી લેવા માટે તૈયાર છે. વિરાટ કોહલી વર્તમાન શ્રેણીમાં ત્રણ સદી ફટકારી ચુક્યો છે. જેથી મેન ઓફ ધ સિરિઝ માટે તે પ્રબળ દાવેદાર છે.

બીજી બાજુ રોહિત શર્મા પણ બે સદી સાથે લાંબી ઇનિગ્સ રમી ચુક્યો છે. બનંને પર ચાહકોની નજર રહેશે. પૂર્વ કેપ્ટન ધોની ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતીમાં તેના પર પડકાર છે. તે ટ્‌વેન્ટી મેચોમાંથી પડતો મુકી દેવામાં આવ્યો છે. આવી સ્થિતીમાં હવે વનડે મેચોને લઇને પણ તેના પર ભારે દબાણ છે.આ પહેલા  મુંબઇમાં રમાયેલી ચોથી વનડે મેચમાં ભારતે વિન્ડિઝ ઉપર ૨૨૪ રને જીત મેળવીને પાંચ વનડે મેચોની શ્રેણીમાં ૨-૧થી લીડ મેળવી હતી. આ પહેલાની મેચમાં વિન્ડિઝે ભારત ઉપર જીત મેળવી હતી. જ્યારે પહેલી મેચમાં ભારતે જીત મેળવી હતી.

એક મેચ ટાઈમાં પરિણમી હતી.છેલ્લી મેચમાં રોહિત શર્માએ ફરી એકવાર ધરખમ બેટિંગ કરી હતી અને ૧૩૭ બોલમાં ૨૦ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૧૬૨ રન ફટકાર્યા હતા. આ ઉપરાંત રાયડુએ ૮૧ બોલમાં ૧૦૦ રન ફટકાર્યા હતા જેમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. વિન્ડિઝની ટીમ ભારતના પાંચ વિકેટે ૩૭૭ રનના મહાકાય સ્કોરના જવાબમાં માત્ર ૧૫૩ રન કરીને ઓલઆઉટ થઇ હતી.હાલમાં જ રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયા ધારણા પ્રમાણે જ પ્રથમ મેચમાં જારદાર દેખાવ કર્યો હતો.

વનડે શ્રેણી પહેલા હૈદરાબાદમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પણ જીતીને ભારતે નવો ઇતિહાસ સર્જ્યો હતો.  ભારતે  વેસ્ટઇન્ડિઝ ઉપર હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૂર હતી. જે ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા.  તે પહેલા  રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે  વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી.  ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી.મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. કરોડો ચાહકો મેચને લઇને ભારે ઉત્સુક છે. બનંને ટીમો નીચે મજબ છે.

ભારત : કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેકે અહેમદ, ચહેલ, ધવન, ધોની, જાડેજા, કુલદીપ, સામી, પાંડે, પંત, રાહુલ, રાયડુ, ઉમેશે.

વિન્ડિઝ ટીમ : હોલ્ડર, એલેન, અમ્બરીશ, બિશુ, હેમરાજ, હેટમાયર, હોપ, જાસેફ, લુઈસ, નર્સ, પોલ, પોવેલ, રોચ, સેમ્યુઅલ, થોમસ.

 

 

Share This Article