ગુવાહાટી: જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ ચાહકો રાહ જાઇ રહ્યા હતા તે ભારત અને વેસ્ટ ઇÂન્ડઝ વચ્ચે આવતીકાલથી પાંચ વનડે મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે ગુવાહાટી ખાતે રમાનાર છે. ડે નાઇટ મેચને લઇને કરોડો ચાહકો રોમાંચિત છે. હાલમાં જ રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયા જારદાર દેખાવ કરવા માટે સજ્જ છે. વિન્ડીઝ લડાયક દેખાવ કરવાના મુડમાં દેખાઇ રહી છે.શ્રેણીમાં અનેક નવા રેકોર્ડ ભારતીય ખેલાડીઓ કરનાર છે.પ્રથમ ક્રમાંકિત ખેલાડી વિરાટ કોહલીને વન ડે ક્રિકેટમાં દસ હજાર રન પૂર્ણ કરવાની તક રહેલી છે.
કોહલીએ હજુ સુધી ૨૧૧ વનડે મેચોમાં ૫૮.૨૦ રનની સરેરાશ સાથે ૯૭૭૯ રન કર્યા છે. તેને ૧૦ હજાર રનની સિદ્ધી સુધી પહોંચવા માટે માત્ર ૨૨૧ રનની જરૂર છે. તે પાંચ વનડે મેચોની શ્રેણીમાં આ સિદ્ધી હાંસલ કરે તેવી શક્યતા છે. વિરાટ કોહલી હાલમાં જે રીતે ફોર્મમાં ચાલી રહ્યો છે. તે જાતા તેના માટે આ કામ બિલકુલ મુશ્કેલ દેખાઇ રહ્યો નથી. વિરાટ કોહલી હજુ સુધી આ રનમાં ૩૫ સદી અને ૪૮ અડધી સદી કરી ચુક્યો છે. તેની પાસે અડધી સદીની અડધી સદી બનાવવા માટેની પણ તક રહેલી છે. વિરાટ કોહલી હાલમાં વનડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ૧૩માં સ્થાને છે.
મહેન્દ્ર સિંહ ધોની પણ વનડે ક્રિકેટમાં ૧૦૧૨૩ રન કરી ચુક્યો છે.શિખર ધવનને પણ પાંચ હજાર રન પૂર્ણ કરવાની તક રહેલી છે. શિખર ધવન હજુ સુધી ૧૧૦ મેચોમાં ૪૮૨૩ રન કરી ચુક્યો છે. રવિન્દ્ર જાડેજાને પણ નવી સિદ્ધી હાંસલ કરવાની તક રહેલી છે. રોહિત શર્માને હજુ પણ કેટલાક રેકોર્ડ કરવાની તક રહેલી છે. છગ્ગા મારવાના મામલે તે હવે ગાંગુલ અને સચિન તેન્ડુલકરને પાછળ છોડી શકે છે. રોહિત શર્માએ હજુ સુધી વનડે ક્રિકેટમાં ૧૮૮ મેચોમાં ૧૮૬ છગ્ગા લગાવ્યા છે. સચિન તેન્ડુલકરના ૧૯૫ અને સૌરવ ગાંગુલીના ૧૯૦ છગ્ગા ફટકારી દેવાના રેકોર્ડને તે વર્તમાન વેસ્ટ ઇન્ડિઝની સામેની શ્રેણીમાં તોડી શકે છે. તે હાલમાં જારદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. રોહિત શર્મા વનડે સ્પેશિયલ બેટ્સમેન તરીકે ગણવામા આવે છે. વનડે મેચોમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પણ તેના નામ પર છે. તે ત્રણ બેવડી સદી વનડે ક્રિકેટમાં ફટકારી ચુક્યો છે.જે એક રેકોર્ડ છે. સચિનને પાછળ છોડી દેવા માટે રોહિત શર્માને વધુ ૧૦ છગ્ગાની જરૂર છે. તે પાંચ મેચોની શ્રેણીમાં આ સિદ્ધી હાંસલ કરી શકે છે.
ભારતમાં સૌથી વધારે છગ્ગા ફટકારી દેવાનો રેકોર્ડ તો મહેન્દ્રસિંહ ધોનીના નામ પર છે. ધોનીએ ૩૨૭ મેચોમાં ૨૧૭ છગ્ગા ફટકારી દીધા છે. ધોની વનડે ક્રિકેટમાં બેસ્ટ ફિનિશર તરીકે ઓળખાય છે. તેની શÂક્તશાળી બેટિંગના કારણે ભારતે અનેક રેકોર્ડ પહેલા પણ કર્યા છે. વ્યÂક્તગત રેકોર્ડને લઇને પણ ભારતીય ખેલાડી સજ્જ છે. મેચને લઇને ગુવાહાટીમાં તમામ તૈયારી કરી લેવામાં આવી છે.હાલમાં ટેસ્ટ શ્રેણીમાં ભારતે વિન્ડીઝ પર ૨-૦થી જીત મેળવી છે. જેથી વનેડ શ્રેણીમાં પણ ટીમ ઇન્ડિયા ધરખમ દેખાવ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હાલમાં હૈદરાબાદમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પણ જીતીને ભારતે નવો ઇતિહાસ સર્જ્યો હતો. ભારતે વેસ્ટઇન્ડિઝ ઉપર હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૂર હતી. જે ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે વિÂન્ડઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી. આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં ભારતે અફગાનિસ્તાનને બેંગલોરમાં એક ઈનિંગ્સ અને ૨૬૨ રને હાર આપી હતી. ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો બંને દેશો વચ્ચે હજુ સુધી હૈદરબાદ ટેસ્ટ બાદ કુલ ૯૬ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૨૦ અને વેસ્ટ ઇÂન્ડઝે ૩૦ ટેસ્ટ મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ડ્રો રહી છે.વન ડે શ્રેણી રોમાંચક બને તેવી શક્યતા છે.