માન્ચેસ્ટચર : વર્લ્ડ કપ ૨૦૧૯ની રોમાંચક મેચોનો દોર જારી છે. હવે વર્લ્ડ કપમાં જેની કરોડો ચાહકો રાહ જાઇ રહ્યા હતા તે હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આવતીકાલે માન્ચેસ્ટર ખાતે રમાનાર છે. મોટા ભાગના ક્રિકેટ ચાહકો માની રહ્યા છે કે આ મેચ વર્લ્ડ કપના ફાઇનલ મેચ જેવી મેચ રહેશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ તરીકે પણ આને જાવામાં આવે છે. આ મેચની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હમેંશા હાઇવોલ્ટેજ અને પ્રેશરવાળી મેચ રહે છે. માન્ચેસ્ટર ખાતેની આ મેચની તમામ ટિકિટ પહેલાથી જ વેચાઇ ચુકી છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે વર્લ્ડ કપમાં હજુ સુધી પાકિસ્તાન ભારત સામે ક્યારેય જીતી શક્યુ નથી. જેથી વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ આ રેકોર્ડને જાળવી શકશે કે કેમ તે બાબત મહત્વપૂર્ણ રહેશે. બીજી બાજુ પાકિસ્તાન આ રેકોર્ડને તોડીને ભારત સામે વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ જીતવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. બન્ને ટીમો એકબીજાને પછાડી દેવા રણનિતી તૈયાર કરી ચુકી છે.
ભારત તરફથી રોહિત શર્મા, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની પર તમામની નજર રહેશે. વિશ્વના એક અબજ કરતા પણ વધુ ચાહકો વર્લ્ડ કપની મેચ નિહાળનાર છે. ૨૦૦થી વધારે દેશોમાં રહેતા ક્રિકેટ ચાહકો ઉત્સુકતાપૂર્વક વર્લ્ડ કપની રહ જાઇ રહ્યા છે.ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.તે પહેલા ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જા કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.
૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇÂન્ડઝના સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. બંને ટીમો નીચે મુજબ છે.
પાકિસ્તાન : સરફરાઝ અહેમદ, આસીફ અલી, બાબર આઝમ, ફખર ઝમાન, હેરિસ સોહેલ, હસન અલી, ઇમામ વસીમ, ઇમામ ઉલ હક, મોહમ્મદ આમીર, મોહમ્મદ હાફિઝ, મોહમ્મદ હુસૈન, સાદાબ ખાન, શાહીન આફ્રિદી, શોએબ મલિક, વહાબ રિયાઝ
ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ