દુબઇ મેદાનમાં હાઉસફુલની સ્થિતી રહેશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દુબઇ: કરોડો ક્રિકેટ પ્રેમી જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે  ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે એશિયા કપ ક્રિકેટના ભાગરૂપે વનડે મેચ રમાનાર છે. એક વર્ષના ગાળા બાદ તેમની વચ્ચે બીજી મેચ રમાઇ રહી છે. છેલ્લે  વર્ષો બાદ ચેમ્પિયનન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન સામ સામે આવ્યા હતા. જેમાં પાકિસ્તાનની જીત થઇ હતી.  આ મેચને લઇને ભારે રોમાંચકતા પ્રવર્તી રહી છે. ભારત  અને પાકિસ્તાન બન્ને પર મેચ જીત માટે જોરદાર દબાણ રહેલુ છે. આવી સ્થિતીમાં જે ટીમ ટેન્શનને દુર કરીને મેદાનમાં ઉતરશે તે ટીમ જ વિજેતા બનશે. બન્ને દેશો દ્ધિપક્ષીય સંબંધો સારા નહી હોવાના કારણે વર્ષોથી એકબીજા સામે દ્ધિપક્ષીય શ્રેણી રમતા નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આમને સામને આવે છે.મેચની સાથે સાથેનો ઘટનાક્રમ નીચે મુજબ છે.

  • ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇના મેદાન પર રમાનારી મેચમાં હાઉસફુલની સ્થિતી રહેશે
  • પહેલાથી જ હાઇ પ્રોફાઇલ અને હાઇ હોલ્ટેજ મેચને લઇને તમામ ટિકિટ વેચાઇ
  • અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હોવાના હેવાલ
  • કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવામાં આવ્યા
  • એશિયા કપની આ હાઇ પ્રોફાઇલ મેચને લઇને દુબઇ અને આસપાસના વિસ્તારમાં પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા
  • ભારત અને પાકિસ્તાન છેલ્લે ચેÂમ્પયન્સ ટ્રોફીની ફાઇનલમમાં સામ સામે આવ્યા હતા જેમાં પાકિસ્તાનની ૧૮૦ રને જીત થઇ હતી. આ મેચ ઇંગ્લેન્ડમાં ઓવલ મેદાન ખાતે રમાઇ હતી
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ સુધી કુલ ૧૩૪ વન ડે મેચો રમાઇ છે જે પૈકી ભારતે ૫૨ અને પાકિસ્તાને ૭૩ મેચ જીતી છે
  • બન્ને ટીમો ધારધાર દેખાવ કરવા તૈયાર છે. બન્ને ટીમો પર જીત મેળવી લેવા માટે દબાણ છે
  • મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો પાકિસ્તાન અને ભારતમાંથી પહોંચી ગયા છે
  • વિશ્વભરમાં કરોડો ચાહકો મેચ જાવા માટે ઉત્સુક છે
  • વર્ષ ૨૦૧૧માં વર્લ્ડ કપ સેમીફાઇનલ મેચ તેમની વચ્ચે રમાઇ હતી જેમાં ૯૮૮ મિલિયન ચાહકો નોંધાયા હતા
  • વર્ષ ૨૦૧૧ની વર્લ્ડ કપની મેચ ૯૮.૮૦ કરોડ લોકોએ નિહાળી હતી
  • વર્ષ ૨૦૧૫ વર્લ્ડ કપની મેચના ટિકિટ ૧૨ મિનિટના ગાળામાં જ વેચાઇ ગઇ હતી
  • મેચ દરમિયાન જાહેરખબરના રેટ અનેક ગણા કરી દેવામાં આવ્યા છે
Share This Article