એક અબજથી વધારે લોકો વનડે મેચ નિહાળવા તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દુબઇઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે એશિયા કપ ક્રિકેટની રોમાંચક મેચ રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.  આ મેચને અબજા લોકો નિહાળવા માટે તૈયાર છે. આ મેચને લઇને માત્ર મેદાન પર જ નહી બલ્કે મેદાનની બહાર પણ કેટલાક રેકોર્ડ સર્જાનાર છે. મળેલી માહિતી મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને જાહેરાતના રેટમાં  અનેક ગણો વધારો થઇ ગયો છે.

આ ઉપરાંત સોશિયલ મિડિયા પર પણ મેચને લઇને જંગ છે. એવી શક્યતા છે કે આ મેચ અગાઉના તમામ રેકોર્ડને તોડી દેશે. ક્રિકેટ પ્રેમીઓની સંખ્યા, જાહેરાત અને સટ્ટાના કારોબાર સહિતના તમામ જુના રેકોર્ડ આવતીકાલે તુટી જાય તેમ માનવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોનો ઇતિહાસ હમેંશા રોમાંચક રહ્યો છે. બન્ને ટીમો ૧૦મી માર્ચ ૧૯૮૫ના દિવસે પ્રથમ વખત વર્લ્ડ ચેÂમ્પયનશીપની ફાઇનલમાં ઉતરી હતી. આ મેચ ભારતે આઠ વિકેટે જીતી લીધી હતી. મેચમાં એક અબજ લોકો રહે તેમ માનવામા ંઆવે છે. જેથી તમામ જાહેરાત સાથે જાડાયેલી કંપનીઓ પણ તક ઝડપી લેવા માટે પૈસા તરફ જાઇ રહી નથી. આ જ કારણસર જાહેરાતના રેટમાં અનેક ગણો વધારો થઇ ચુક્યો છે.

. ભારતની બેટિંગ અને પાકિસ્તાનની બોલિંગ હમેંશા એકબીજા કરતા સારી રહી છે. ફિલ્ડિંગના મામલે ભારતીય ટીમ વધારે મજબુત રહી છે.  ભારત અને પાકિસ્તાન બન્ને પર મેચ જીત માટે જારદાર દબાણ રહેલુ છે. આવી સ્થિતીમાં જે ટીમ ટેન્શનને દુર કરીને મેદાનમાં ઉતરશે તે ટીમ જ વિજેતા બનશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં પણ રોચક મેચો રમાઇ ચુકી છે. એશિયા કપમાં ભારતીય ટીમ સૌથી વધારે વખત વિજેતા બની છે. પાકિસ્તાનની ટીમ પણ કેટલીક વખત વિજેતા રહી છે. જા કે ભારતીય ટીમનો જુસ્સો વધારે શાનદાર રહ્યો છે. ભારતીય ટીમ આ વખતે પણ અન્ય ટીમો કરતા વધારે ફેવરીટ દેખાઇ રહી છે. ખેલાડીઓને જાતા તે સૌથી પ્રબળ દાવેદાર રહેલી ટીમ છે.

Share This Article