વેલિગ્ટન: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની પૂર્ણાહુતિ બાદ હવે ટ્વેન્ટી મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. જે પૈકીની પ્રથમ મેચ આવતીકાલે વેલિગ્ટન ખાતે રમાનાર છે. આને લઇને બંને ટીમો જારદાર રીતે તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ ટેસ્ટ અને વનડે શ્રેણી જીતી લીધા બાદ હવે ટવેન્ટી શ્રેણી પણ પોતાના નામ પર કરવા માટે તૈયાર છે. ન્યુઝીલેન્ડની ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવી ચુક્યા છે. ટીમમાં ઓલરાઉન્ડર ડેરિલ મિશેલનો સમાવેશ કરવામા આવ્યો છે. આવી જ રીતે ઝડપી બોલર બ્લેયર ટિકનેરનો સમાવેશ કરવામા આવ્યો છે.
ન્યુઝીલેન્ડના પસંદગીકાર ગેવિન લાર્સને આ મુજબની જાહેરાત કરી છે. ઝડપી બોલર બોલ્ટ આ શ્રેણીમાં રમનાર છે. જેથી ભારતને રાહત થઇ શકે છે. તે પહેલા પાંચમી અને અંતિમ વનડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ ઉપર સરળ જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રન કર્યા હતા જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૨૫૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ૪૪.૧ ઓવરમાં ૨૧૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી આ મેચની સાથે જ ભારતે પાંચ મેચોની શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે રાયડુની પસંદગી કરવામાં આવી હતી જ્યારે મેન ઓફ દ સિરિઝ તરીકે સામીની પસંદગી કરાઈ હતી. અગાઉ હેમિલ્ટન ખાતે રમાયેલી ચોથી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર આઠ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમે આ મેચમાં ખુબ કંગાળ દેખાવ કર્યો હતો. સમગ્ર ટીમ ૩૦.૫ ઓવરમાં માત્ર ૯૨ રન કરીને આઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે ૧૪.૪ ઓવરમાં બે વિકેટ ગુમાવીને આ રન બનાવી લીધા હતા. આની સાથે જ ભારતની કારમી હાર થઇ હતી.
૨૧૨ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે યજમાન ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી. તે પહેલા માઉન્ટ મોનગાનુઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે જારદાર દેખાવ કર્યો હતો. યજમાન ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ત્યારબાદ રોહિત શર્માના ૬૨ અને વિરાટ કોહલીના ૬૦ રનની મદદથી ભારતે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૂરી રન ૨૪૫ રન કરીને મેચ જીતી લીધી હતી. આની સાથે જ ભારતે ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષના લાંબાગાળા બાદ દ્વિપક્ષીય શ્રેણી પોતાના નામ ઉપર કરી હતી. આ પહેલા વર્ષ ૨૦૦૯માં પોતાના નામ ઉપર શ્રેણી કરી હતી. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પણ વનડ શ્રેણી જીતી હતી.૭૦ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી પણ જીતવામાં સફળ રહી હતી. વિદેશી મેદાન ઉપર ભારતીય ટીમે સતત બીજી વનડે શ્રેણી જીતી છે. યજમાન ન્યૂઝીલેન્ડની ટીમે હાલમાં જ શ્રીલંકાની સામે ૩-૦થી જારદાર જીત મેળવી હતી.મેચને લઇને જારદાર ઉત્સાહ દેખાઇ રહ્યો છે. ટેસ્ટ અને વનડે શ્રેણી ઘર આંગણે ગુમાવી દીધા બાદ ન્યુઝીલેન્ડ હવે જારદાર દેખાવ કરીને પ્રતિષ્ઠા બચાવવા માટેના પ્રયાસ કરશે. ભારતીય ટીમ ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરશે.