નવી દિલ્હી : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર કાલથી શરૂ થનાર ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ઇંગ્લિશ ટીમમાં ખળભળાટ મચો ગયો છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને 604 ટેસ્ટ વિકેટ ઝડપનાર સ્ટુઅર્ટ બ્રોડનું નિવેદન એ તરફ ઇશારો કરી રહ્યું છે.
પાંચ ટેસ્ટ મેચની અંડરસન-તેંડુલકર ટ્રોફીમાં 1-1ની બરાબરી સાથે જસપ્રીત બુમરાહ પણ ભારતીય ટીમમાં પરત આવી ચૂક્યો છે. હવે ભારતીય પેસ તિકડી ઘણી મજબૂત જોવા મળી રહી છે.
બ્રોડે ભારતની ઐતિહાસિક જીત બાદ સ્કાઈ સ્પોર્ટ્સ પેનલ ચર્ચા દરમિયાન કહ્યું, જો હું ઇંગ્લેન્ડના બેટિંગ લાઇનઅપમાં હોત તો આ ભારતીય બોલિંગ આક્રમણ મને ચિંતિત કરી દેત. બોલ લોર્ડ્સમાં ઢાળ પર સરળતાથી નીચે તરફ આવે છે. આકાશદીપ સ્ટંપ ટુ સ્ટંપ બોલિંગ કરે છે અને બોલિંગ સ્વિંગ કરે છે તો, બુમરાહ લેટ મૂવમેન્ટ સાથે ઘાતક સાબિત થશે.
ગત મેચમાં 10 વિકેટ લેનાર આકાશદીપ અને સાત વિકેટ લેનાર મોહમ્મદ સિરાજને લોર્ડ્સમાં સ્ટાર બોલર જસપ્રીત બુમરાહનો સાથ મળવાનો છે. બુમરાહની વાપસીથી પ્રસિદ્ધ ક્રિષ્નાનું બહાર રહેવું નક્કી છે.
કદાચ એ જ કારણ છે કે, વર્ષ 2023માં સંન્યાસ લઈ ચૂલેકા સ્ટઅર્ટ બ્રોડે કહ્યું કે, જો તે વર્તમાન ઇંગ્લિશ ટીમનો ભાગ હો તો તેને પણ આ ભારતીય પેસ અટેકથી ડર લાગત. ગત મેચમાં ભારતીય ટીમે ચોથા દિવસે ઇંગ્લેન્ડ સામે 608 રનનો અસંભવ ટાર્ગેટ સેટ કર્યો હતો.
જવાબમાં ઇંગ્લેન્ડની આખી ટીમ 271 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્ટાર બોલર જસપ્રીત બુમહારની અનુપસ્થિતિમાં 28 વર્ષના આકાશદીપે બીજી ઇનિંગમાં 99 રન આપીને છ વિકેટ લીધી હતી. ત્યાર બાદ ભારતે વિદેશી ધરતી પર પોતાની સૌથી મોટી જીત નોંધાવતા ઇંગ્લેન્ડને 336 રને હરાવ્યું હતુ.