પર્થ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી પર્થ ખાતે શરૂ થઇ રહી છે. પર્થની બોલર માટે વધારે આદર્શ હોવાથી ભારતીય બેટ્સમેનોની આ વિકેટ પર આકરી કસોટી થઇ શકે છે. પ્રથમ ટેસ્ટ મેચ એડીલેડ ખાતે જીતી લીધા બાદ ભારતીય ખેલાડીઓનો નૈતિક જુસ્સો હવે આસમાન પર છે. પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમની ક્ષમતા મુજબ દેખાવ કરી શક્યા ન હતા. જેથી હવે આ બંને સ્ટાર ખેલાડીઓ પર નજર રહેશે. બંને ટીમોમાં અંતિમ ઇલેવનમાં ફેરફાર કરવામાં આવે તેવી વકી છે. એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો.
ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જા કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ભારતની જીત થઇ હતી. ભારતીય ટીમે હવે યજમાન ઓસ્ટ્રેલિયા પર ૧-૦નીલીડ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં મેળવી લીધી છે. ભારતીય ટીમમાં અનેક સ્ટાર ખેલાડી હોવા છતાં ઓસ્ટ્રેલિયાની વિકેટ પર તેમની કસોટી થશે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે હોટફેવરીટ ખેલાડી તરીકે છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો તે ફેવરીટ છે. જા કે ભારત માટેસારી બાબત એ છે કે ઓસ્ટ્રેલિયાના બે ધરખમ ખેલાડી સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પ્રતિબંધના કારણે હાલમાં ટીમની બહાર છે. ફિન્ચ અને ખ્વાજા પ્રથમ ટેસ્ટ મેચમાં નિષ્ફળ રહ્યા હતા. જા કે પર્થ ટેસ્ટ મેચમાં ભારતને સાવધાન રહેવાની જરૂર પડશે. ભારતીય ટીમ પર્થની વિકેટ પર પાંચ ઝડપી બોલરની રણનિતી સાથે મેદાનમાં ઉતરનાર છે. જેમાં શામી, ઇશાંત શર્મા અને જશપ્રીત બુમરાહ ટીમમાં ઝડપી બોલિંગની જવાબદારી સંભાળનાર છે.
ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૫ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં રાહુલ દ્રવિડના કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ યજમાન ઓસ્ટ્રેલિયા પર વધારે દબાણ આવી ગયુછે. પૂર્વ સ્ટાર ખેલાડી રિકી પોન્ટિંગ કહીચુક્યો છે કે ઓસ્ટ્રેલિયાની તક રહેલી છે. જા કે ભારતીય ખેલાડીઓના ફોર્મને જાતા ઓસ્ટ્રેલિયા માટે આ શ્રેણી બચાવવી ખુબ જમુશ્કેલ છે. બંને ટીમો નીચે મુજબ છે.
ઓસ્ટ્રેલિયા : એરોન ફિન્ચ, માર્કસ હેરિસ, ઉસ્માન ખ્વાજા, શૌન માર્શ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ટીમ પેની (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, નાથન લિયોન, જાશ હેઝલવુડ
ભારત : રાહુલ, વિજય , ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાણે, રોહિત શર્મા, હનુમા વિહારી, રિશભ પંત, અશ્વીન, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, બુમરાહ