એડિલેડ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આજે તેની યશકલગીમાં વધુ એક મોરપીછું ઉમેર્યું હતું. ઓસ્ટ્રેલિયામાં શાનદાર દેખાવ કરનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલીપણ હવે જાડાઈ ગયો છે. ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાની સામે ૧૦૦૦ ટેસ્ટ રન પૂર્ણ કરનાર ખેલાડીઓની યાદીમાં તે જાડાઈ ગયો છે. એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે વિરાટ કોલીએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતના રન મશીન તરીકે ગણાતા વિરાટ કોહલીએ એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી છે.
ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે ચાર આંકડા સુધી પહોંચનાર ખેલાડીઓમાં તે જાડાઈ ગયો છે. માત્ર નવ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ આ સિદ્ધિ હાંસલકરી લીધી છે. ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન ઓસ્ટ્રેલિયામાં કરનાર ખેલાડીઓમાં સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. સચિન તેંડુલકરે ભારત તરફથ ૧૮૦૯ રન કર્યા છે. જેમાં ૫૩.૨૦ની સરેરાશનો સમાવેશ થાય છે. સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયામાં ૧૦૦૦ રન પુરા કરવા૨૦ ટેસ્ટ મેચ લીધા હતા. સચિન તેંડુલકરે પોતાના ગાળા દરમિયાન એક પછી એક સિદ્ધિઓહાંસલ કરી હતી. વીવીએસ લક્ષ્મણ યાદીમાં બીજા સ્થાને રહેલો છે. લક્ષ્મણે ૧૫ ટેસ્ટમેચોમાં ઓસ્ટ્રેલિયામાં ૧૨૩૬ રન કર્યા હતા.
જ્યારે દ વોલ તરીકે જાણીતા અને આધારભૂતબેટ્સમેન રાહુલ દ્રવિડે આ યાદીમાં ત્રીજા સ્થાને રહીને ઉલ્લેખનિય સફળતા હાંસલ કરીછે. રાહુલ દ્રવિડ ૧૫ ટેસ્ટ મેચોમાં ૧૧૪૩રન બનાવી ચુક્યો છે. એકંદરે કોહલી ઓસ્ટ્રેલિયાની જમીન ઉપર ૧૦૦૦ રન બનાવનાર ૨૮મોખેલાડી છે. સહેવાગ પણ ઓસ્ટ્રેલિયામાં ૧૦૦૦થી વધુ રન બનાવી ચુક્યો છે પરંતુ સહેવાગને લઈને પણ ભારે ચર્ચા રહી છે. ભારત તરફથી વિરેન્દ્ર સહેવાગે ૧૦ ટેસ્ટમાં ૯૪૮ રન બનાવ્યા છે. જ્યારે આઈસીસી વર્લ્ડ ઈલેવનમાટે રમતા ૮૩ રન કર્યા હતા. આની સાથે તે પણ ૧૦૦૦ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સામેલ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એક પછી એક સિદ્ધિઓ મેળવવાની દિશામાં આગળ વધીરહ્યો છે.
વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ધરખમ દેખાવ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં તે ત્રણ સદી પણ ફટકારી ચુક્યો છે. આ વખતે પ્રથમ ટેસ્ટમેચમાં હજુ સુધી તે ફ્લોપ રહ્યો છે. પ્રથમ ઈનિંગ્સ અને બીજી ઈનિંગ્સ બંનેમાં તેનેસફળતા મળી નથી. જાકે તેની પાસેથી ભારતીય ક્રિકેટ ચાહકો વર્તમાન ટેસ્ટ શ્રેણીમાંધરખમ દેખાવની અપેક્ષા રાખી રહ્યા છે. સચિન તેંડુલકરના રેકોર્ડને તોડવાની દિશામાંતે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		