સ્કીલ વધારવાથી જોબ મળશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોઇ પણ વ્યક્તિને આગળ વધવા માટે પોતાની કુશળતામાં સતત વધારો કરવાની જરૂર હોય છે. વધુને વધુ કુશળતા ધરાવતા કર્મચારીને વધુને વધુ સારી જોબની ઓફર મળતી રહે છે. જોબની કોઇ કમી નથી પરંતુ કુશળતા નહીં હોવાના કારણે કોઇ પણ કંપની કર્મચારીઓની આડેધડ ભરતી કરતી નથી. દેશના યુવાનો સ્કીલ્સ વધારી દેવા પર ધ્યાન કેન્દ્રિત કરે તે સમયની માંગ છે. દેશના યુવાનોને કૌશલ્ય વિકાસને લઇને ટ્રેનિગ આપવાની જરૂર હોય છે. આને લઇને કેટલાક પ્રકારના પાઠય્ક્રમ અને કોર્સ પણ હોય છે. શાનદાર કેરિયરમાં કર્મચારી પોતાની નોકરીમાં પ્રોડક્ટિવ રહેવામાં સફળ સાબિત થાય છે.

આના માટે તેમની કુશળતામાં સતત વધારો થાય તે સમયની માંગ છે. પોતાને તમામ ચીજોથી અપડેટ રાખવામાં આવે તે જરૂરી છે. આના કારણે તેની કુશળતાને મશીનિંગથી લઇને સિસ્ટમમાં નવી ટેકનિક સુધી કુશળતા વધારી દેવાની બાબત જરૂરી હોય છે. આધુનિક સમયમાં દેશની યુવા પેઢી પોતાને કુશળ બનાવવા અને જ્ઞાનથી પોતાને અપડેટ કરવા માટે પણ તૈયાર દેખાઇ રહી છે.

જે પહેલાથી જ નોકરીમાં છે જે પૈકી પણ મોટા ભાગના લોકો નલાઇન અથવા તો કુશળતા વિકસિત કરવા પર કામ કરી રહ્યા છે. તમામ નવી ટેકનોલોજીથી વાફેક થવાના પ્રયાસ કરી રહ્યા છે. નવી નવી ચીજ શિખવાની બાબત તકને પણ સતત વધારે છે. જે લોકો કેટલીક નવી ટેકનોલોજીથી વાકેફ હોય છે તે લોકોને પ્રમોશન પણ વધારે પ્રમાણમાં હોય છે. જરૂરી કુશળતાથી વિદ્યાર્થીને સજ્જ કરવા માટે કેટલીક ટેકનોલોજી વિકસિત થાય છે.

Share This Article